GSTV
Health & Fitness Life Trending

મહિલાઓમાં થોડાક અલગ પ્રકારનાં હોય છે હાર્ટએટેકનાં લક્ષણો, તેને ભૂલથી પણ ન કરો નજરઅંદાજ

હાર્ટ

છાતીમાં દુખાવો અને બેચેનીને હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો માનવામાં આવે છે. જોકે, મહિલાઓની વાત કરીએ ચો, આ બીમારીનાં અન્ય લક્ષણો દેખાય છે. જેને હંમેશા સામન્ય બીમારી ગણીને અવગણવામાં આવે છે. જે આગળ જઈને જાનલેવા સાબિત થાય છે. હાલનાં જ એક ડેટામાં સામે આવ્યુ છેકે, દર વર્ષે ત્રણમાંથી એક મહિલાને હાર્ટએટેક આવે છે. મહિલાઓમાં આ ખતરો મોનોપોઝ બાદ શરીરમાં એસ્ટ્રોજેન હોર્મોનની માત્રા ઘટવાને કારણે વધુ વધી જાય છે. એટલા માટે જરૂરી છેકે, તમે જેમ ઘરના અન્ય મેમ્બરના હ્રદયનું ધ્યાન રાખો છો તેમ તમારું પણ રાખો.

તો ચાલો અમે તમને જણાવીએ કે, મહિલાઓમાં હાર્ટ એટેકના લક્ષણો વિશે. જો તમને આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

  • પીઠ દર્દ અથવા હાથ અને જડબામાં દુખાવાની સાથે ખેંચાય તો તેને હલ્કામાં લેશો નહી.
  • ઉલ્ટી આવે, જીવ ગભરાય અથવા તો ચક્કર આવે તો તે હાર્ટએટેકનાં લક્ષણો હોઈ શકે છે.
  • પેટમાં ખૂબ દુખાવો થાય અને વધારે પરસેવો નીકળે તો તે પણ એક લક્ષણ છે. ખાસ કરીને તમારા શરીરમાંથી પરસેવો નીકળે તો ડોક્ટર પાસે જઈને ચેકઅપ જરૂર કરાવો.
  • જો તમારા શ્વાસ અચાનક ચડવા લાગે અને કોઈ કારણ વગર થાક અને બેચેની અનુભવો તો આ ઈશારો હાર્ટ એટેકનો હોઈ શકે છે.

સાવધાની રાખવાની જરૂર

હાર્ટ એટેકથી બચવા માટે તમારે 30ની ઉંમર બાદ રેગ્યુલર ચેકઅપ કરાવવપં જોઈએ. સાથે જ પોતાના વજન ઉપર કંટ્રોલ રાખો. બ્લડ પ્રેશરની નિયમીત તપાસ કરાવો, ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખો અને ખાવામાં ફાઈબર યુક્ત પાંદડાઓના શાકભાજી સિવાય સોયાબીન, ફોતરા વાળી દાળ, રાજમા જેવા પદાર્થો ખાવ જેનાથી શરીરમાં એસ્ટ્રોજેન હોર્મોન બને. ખાવામાં નમક, ખાંડ અને સેચુરેટેડ ફૅટની માત્રા ઓછી રાખો. દરરોજ એક્સરસાઈઝ કરવા માટે જરૂર સમય કાઢો.

READ ALSO

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV