GSTV

કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ છતાં ગિલાનીનું Twitter હેન્ડલ સક્રિય, BSNLનાં અધિકારીઓ પર શંકા

ભારતીય બંધારણની કમલ 370 જે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રદાન કરે છે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ તેને રદ્દ કરવામાં આવી છે. જો કે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 રદ્દ કરાયા બાદ જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

એક દિવસ માટે જમ્મુ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવી હતી. પરંતુ સુરક્ષાનાં કારણોસર અને ફેલાતી અફવાઓને રોકવા માટે ફરીથી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. જો કે આ સ્થિતિ દરમિયાન જ એક મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ઇન્ટરનેટ સેવા બંધ હોવા છતાં અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું ટ્વિટર એકાઉન્ટ સક્રિય રહ્યું હતું.

અલગતાવાદી નેતાનાં ટ્વિટર હેન્ડલ સક્રિય હોવા મામલે ભારત સરકારની ટેલિકોમ કંપની બીએસએનએલનાં અધિકારીઓ તરફ શંકાની સોય ટંકાઇ રહી છે. સમગ્ર ઘટનામાં બે અધિકારીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ અધિકારીઓએ ઇન્ટરનેટ સેવા બંધ હોવા છતાં સૈયદ અલી શાહ ગિલાનીને નેટ એક્સેસ આપ્યું હતું.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે નેટ પ્રતિબંધ દરમિયાન ગિલાનીનાં ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ થઇ રહ્યા હતાં. જો કે અધિકારીઓ એ માહિતી એકઠી કરવામાં નિષ્ફળ રહ્યા હતા કે ગિલાની કાશ્મીરમાં નેટ પ્રતિબંધ હોવા છતાં ગિલાની એક્સેસ કરી રહ્યા છે કે કેમ? ગિલાનીનાં ટ્વિટર હેન્ડલ પરથી સતત ભારત વિરોધી પોસ્ટ કરવામાં આવતી હતી.

READ ALSO

Related posts

કોરોનાનો કહેર: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

pratik shah

પહેલા થાળી-ચમચી હવે દિવો, Corona સામેની લડાઈમાં દિકરાની સાથે ઉભા છે PMના માતા

Arohi

કોરોનાનો કહેર: અમેરિકામાં વધી રહ્યું છે સંકટ, ન્યૂયોર્કનાં ઝૂ માં આ વન્ય જીવમાં જોવા મળ્યું સંક્રમણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!