GSTV

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવા પાછળ છે ધોનીનું ‘માસ્ટર માઇન્ડ’, વિશ્વાસ ન હોય તો જાતે જ જોઇ લો

Masood Azhar dhoni

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે બુધવારે પાકિસ્તાની આંતકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો છે. મસૂર અઝહરને વૈશ્વિક આતંકી જાહેર થયા પર ભારતની કૂટનીતિક જીતની જેમ જોઇ શકાય છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અને સ્થાઇ પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને મસૂદ અહઝરને વૈશ્વિક આંતકી જાહેર કર્યા પછી ટ્વીટ કર્યુ કે, ”મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આંતકી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તમામ લોકોને સમર્થન માટે આભાર, તેમાં નાના-મોટા તમામ લોકો સાથે આવ્યા.” 

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યા પછી ભારતના 10 વર્ષ લાંબી રાહને જોયા પછી હાર ના માન્યા પર અકબરુદ્દીને પોતાના ધૈર્ય માટે ચર્ચિત અને ભારતના 2 વખત વર્લ્ડ કપ જીતાડનાર એમ એસ ધોનીનો ઉલ્લેખ કર્યો. 

2016 અને 2017માં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા પર અસફળતા જોતા અકબરુદ્દીનને છેવટે 2019માં મળી સફળતા વિશે કહ્યુ કે, ”મેં એમ એસ ધોનીના દ્રષ્ટિકોણમાં વિશ્વાસ કરું છુ. વિચારુ છે કોઇ લક્ષ્ય પૂરુ કરવા માટે પ્રયત્ન કરવા દરમિયાન તેમે જેટલુ વિચારો છો, તેટલો વધારે સમય થાય છે. ક્યારેય ના બોલો કે સમય ખત્મ થઇ ગયો છે, ક્યારેય જલ્દી હાર ના માનો.”

તમને જણાવી દઇએ કે, ભારત 2009ની જ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના પ્રયત્નમાં લાગ્યુ છે, ત્યારે પાકિસ્તાનના મિત્ર રાષ્ટ્ર ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ પ્રસ્તાવ વિરુદ્ઘ દર વખતે વીટો કરીને આતંકીને બચાવી લેતુ આવ્યુ છે.  

Read Also

Related posts

સાવધાન! ઘરના આ ભાગોમાં પણ છુપાઈ શકે છે કોરોના વાયરસ, સારી રીતે કરો સફાઈ

Ankita Trada

મેડિકલ ફિલ્ડમાં નિવૃ્ત્ત થતા તમામ કર્મચારીઓનું બે મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

pratik shah

આ દેશે ‘Corona વાયરસ’ શબ્દ પર મૂક્યો પ્રતિબંધ, માસ્ક પણ નહીં પહેરી શકે લોકો!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!