GSTV

BREAKING/ 50 લાખ લોકો આ શહેરમાં ઘરોમાં થયા લોક, ડેલ્ટા વેરિએન્ટે આતંક મચાવતાં એક મહિનો વધ્યું લોકડાઉન

Last Updated on July 28, 2021 by pratik shah

વિશ્વમાં કોરોનાના નવા અને ઘાતક વેરિએન્ટે દેખા દેતા દુનિયાના વિવિધ દેશોની ચિંતામાં વધારો થયો છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં વધુ એક મહિના માટે સખ્ત લોકડાઉન વધારવામાં (Lockdown Extends in Sydney) આવ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સ (New South Wales)ની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે 50 લાખ લોકોની વસ્તી ધરાવનાર શહેરમાં લોકડાઉન ઓછામાં ઓછું 28 ઓગસ્ટ સુધી યથાવત રીતે લાગું રહેશે.

નવા 177 કેસો સામે આવ્યા પછી લેવામાં આવ્યો

આ નિર્ણય બુધવારે છેલ્લા 24 કલાકમાં સંક્રમણના નવા 177 કેસો સામે આવ્યા પછી લેવામાં આવ્યો છે. જૂનનાં મધ્યમાં સંક્રમિતોના સમૂહ મળ્યા પછી રોજના મામલાઓમાં આ સૌથી મોટા આંકડા આવ્યા છે, આ આંકડાઓએ તંત્રને ચિંતામાં મૂકી દીધું છે. સિડનીમાં નવા કેસો ડેલ્ટા વેરિએન્ટના છે. આ વેરિએન્ટને વધુ ઘાતક માનવામાં આવી રહ્યું છે.

delta plus variant

સિડનીમાં ઘાતક વાયરસનો કહેર

ન્યૂ સાઉથ વેલ્સના ટોચના નેતા ગ્લેડિસ બેરેજિકલિયને પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું કે હું તમારા લોકો જેટલી જ ઉદાસ અને હતાશ છું કે આપણે આ સમયે જેટલું કરવું જોઈએ તેટલું અમે બાબતોમાં ઘટાડો કરી શકતા નથી, પણ આ વાસ્તવિકતા છે. 16 જૂને લિમોઝિન કારના ડ્રાઇવરને અત્યંત ચેપી ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ લાગ્યો હતો. ત્યાર પછી 2,500થી વધુ લોકોનું જૂથ આ વેરિએન્ટથી સંક્રમિત થયા હતા. સિડની એરપોર્ટથી તેણે પોતાની કારમાં જે અમેરિકન વિમાનના ચાલક દળના એક સભ્યના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયો હતો. સંક્રમિત સમૂહમાં મરવાવાળાઓની સંખ્યા બુધવારે 11 પર પહોંચી હતી.

ન્યૂ સાઉથ વેલ્સમાં લાગું છે ઈમરજન્સી

આ પહેલા 23 જુલાઈના રોજ ન્યૂ સાઉથ વેલ્સની રાજ્યની સરકારે કોવિડ-19(Covid-19)ના વધતા મામલાઓને નજરે જોતા ઈમરજન્સીની જાહેરાત કરી છે. ગ્લૈડીસ બેરેડિક્લિયનને સીડનીના પશ્ચિમ અને દક્ષિણમાં ખરાબ રીતે પ્રભઆવિત ઉપનગરો માટે વધુને વધુ વેક્સિન ઉપલબ્ધ કરવા માટે સરકારને આહ્વાન કરતા જણાવ્યું કે આ વિસ્તારમાં તાકિદની જરૂરીયાત છે. સિડનીમાં અંદાજીત એક મહિનાથી લોકડાઉન લાગું છે. કોવિડ-19નો ડેલ્ટા સ્વરૂપ સિડનીના વિક્ટોરીયા અને પછી ત્યાંથી સાઉથ વેલ્સ રાજ્યમાં ફેલાયો છે. આ રાજ્યોમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયની 2.6 કરોડની વસ્તીમાંથી તો અડધી વસ્તી લોકડાઉનનો સામનો કરી રહી છે.

રસીકરણ વચ્ચે લોકોમાં ભયનો માહોલ

ઓસ્ટ્રેલિયામાં માત્ર 15 ટકા વયસ્ક લોકોનું સંપૂર્ણ રીતે રસીકરણ થયું છે. દેશમાં સ્થાનીય રૂપથી નિર્મિત એસ્ટ્રોજેનેકા રસીનો ડોઝ હાજર છે. પરંતુ તેનાથી બ્લડ ક્લોટના મામલાઓમાં દેખાતા આ વચ્ચે ડરનો માહોલ છે,. આ કારણે લોકો બીજી વેક્સિન તરફ આગળ વધ્યા છે. પરંતુ તેમની પાસે ફાઈઝર (Pfizer)નો જ વિકલ્પ હાજર છે. કારણકે આ બીજી એ જ રસી઼ છે કે જેના વપરાશની મંજૂરી આપવામાં આવી છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!