GSTV

આ ઘડિયાળમાં ક્યારેય નથી વાગતા 12, વર્ષો જૂની છે કહાની

Last Updated on May 27, 2019 by

કોઈ ઘડિયાળમાં 12ના વાગે એવું માન્યામાં નથી આવતું હોતું. પરંતુ આ અજીબોગરીબ ઘડિયાળ સ્વિત્ઝર્લેન્ડના સોલોથર્ન શહેરમાં છે. આ શહેરની ટાઉન સ્ક્વેયર પર આ ઘડિયાળ લાગેલી છે. આ ઘડિયાળમાં કલાકના 11 અંક જ છે. તેમાંથી 12 નંબર ગાયબ છે. જોકે અહીં બીજી ઘણી ઘડિયાળ છે જેમાં 12 નથી વાગતા.

આ શહેરમાં સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંયાના લોકોને 11 નંબર સાથે લગાવ છે. અહીંયાની કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ડિઝાઈન 11 નંબરની આસપાસ જ ફરતી રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ શહેરના ચર્ચ અને ચેપલોની સંખ્યા પણ 11-11 જ છે. આ ઉપરાંત સંગ્રહાલય, ઐતિહાસિક વસ્તુ અને ટાવરની સંખ્યા પણ 11ની છે. અહીંયાના સેન્ટ ઉર્સૂસના મુખ્ય ચર્ચમાં 11 નંબરનું મહત્વ જોવા મળે છે. જોકે આ ચર્ચ પણ 11 વર્ષમાં જ બનીને તૈયાર થયું હતું.

અહીંયા ત્રણ સીડીઓનો સેટ છે અને દરેક સેટ પર 11 રેખાઓ છે. એ ઉપરાંત અહીં 11 દરવાજા અને 11 ઘંટડીઓ પણ છે. અહીંયાના લોકો 11 નંબરને એટલું માને છે કે તેમનો 11મો જન્મ દિવસ ખાસ રીતે સેલિબ્રેટ કરે છે. અને આ ઉજવણી પર ગિફ્ટ પણ 11 નંબર સાથે જ સંડાયેલી હોય છે. 11 નંબર માટે આટલું મહત્ત્વ એક સદી પહેલાની માન્યતા છે.

કહેવાય છે કે સોલોથર્નના લોકો ઘણી મહેનત કરતા હતા, પરંતુ તેમના જીવનમાં ખુશી આવતી નહોતી. થોડા સમય પછી પહાડ પરથી એલ્ફ આવવા લાગ્યા અને તેમનો જોશ વધવા લાગ્યો. એલ્ફના આવવાથી તેમના જીવનમાં ખુશીઓ આવવા લાગી.

એલ્ફ માટે જર્મનીની પૌરાણિક કહાનીઓમાં સાંભળવા મળે છે. કહેવાય છે કે તેમની પાસે અલોકિક શક્તિઓ હોય છે અને જર્મન ભાષામાં એલ્ફનો મતલબ 11 થાય છે. એટલા માટે સોલોથર્નના લોકોએ 11 નંબરને તેની સાથે જોડી દીધો અને લોકોએ આ નંબરને મહત્ત્વ આપવાનું શરૂ કરી દીધું.

Read Also

Related posts

કુદરતને ચેલેન્જ/ છેલ્લા 12 વર્ષથી રોજ માત્ર 30 મીનિટની ઉંઘ લે છે આ વ્યક્તિ, કામ માટે 16 કલાક પણ ઓછા પડ્યા

Pritesh Mehta

વિચિત્ર/ ઓનલાઈન ક્લાસમાં એવી હરકત કરી બેઠી છોકરી, લોકો તસ્વીર જોઈ ચોકી ગયા

Damini Patel

ટ્રક ડ્રાઈવરને મળી રહ્યો છે 72 લાખ પગાર, કહ્યું- આટલું તો મારો બોસ પણ નથી કમાતો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!