GSTV
Home » News » સ્વિસ બેંકમાં ગુજરાતીઓ સહિત 50 ભારતીયોના ખાતા રડારમાં, ભારતને યાદી સોંપાશે

સ્વિસ બેંકમાં ગુજરાતીઓ સહિત 50 ભારતીયોના ખાતા રડારમાં, ભારતને યાદી સોંપાશે

ભારત સરકારના અનુરોધને ધ્યાનમાં રાખીને સ્વિત્ઝર્લેન્ડ સ્વિસ બેંકમાં એકાઉન્ટ હોય તેવા આશરે ૫૦ નામો ભારત સરકારને સોપશે. જે નામો આપવાની તૈયારી સ્વીસ સરકારે કરી છે તે વ્યક્તિગત ખાતાધારકોના છે. જેમાંથી મોટા ભાગના રિઅલ એસ્ટેટ, ફાઇનાન્સિયલ સર્વિસ, ટેક્નોલોજી, ટેલીકોમથી લઇને પેઇન્ટ્સ, હોમ ડેકોરેશન, ટેક્સટાઇલ્સ, એન્જિનિયરિંગનો સામાન લે વેચ, જ્વેલરી વગેરે સાથે સંકળાયેલા છે. 

આ ઉપરાંત બેંકે ખાતા ધારકોને પણ નોટિસ પાઠવી છે અને પોતાનો જવાબ રજુ કરવા કહ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારની નોટિસમાં જવાબ આપવા માટે ૩૦ દિવસનો સમય આપવામાં આવે છે. જે પણ ખાતાધારકો પાસેથી જવાબ માગ્યો છે તેમાંથી મોટા ભાગના ગુજરાત, કોલકાતા, મુંબઇ, બેંગાલુરુના છે. 

આ પહેલા પણ ૧૦૦થી વધુ ભારતીયોની વિગતોને પણ જાહેર કરવામાં આવી હતી. જ્યારે થોડા દિવસ પહેલા સ્વિસ સરકારે જે ગેજેટ બહાર પાડયું હતું તેમાં ક્રિષ્ન ભગવાન રામચંદ, પોલતુરી રાજમોહન રાવ, કલ્પેશ હર્ષદ, કુલદીપ દીંગડા, ભાસ્કરન નલિનિ, લલિતાબેન ચિમનભાઇ, સંજય દાલમિયા, પંકજ કુમાર સારાઓગી, અનિલ ભારદ્વાજ, થરાની રેનૂ ટીકમદાસ, મહેશ ટીકમદાસ, સવાણી વિજય કન્હૈયાલાલ, ભાસ્કરન થરુર, કલ્પેશભાઇ પટેલ, અજોય કુમાર, દિનેશ કુમાર, રતન સિંઘ ચૌધરી, કઠોતિયા મુકેશનો સમાવેશ થાય છે. 

જોકે અન્ય કેટલાક નામો પણ જાહેર કરવામાં આવ્યા છે પણ તેમાં માત્ર કોડવર્ડનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે એનએમએ, એમએમએ, પીએએસ, આરએએસ, એબીકેઆઇ, એપીએસ, એસબીકે, એમએલએ, એડીએસ વગેરેનો સમાવેશ થાય છે.

આમાંથી મોટા ભાગનાની કંપની કોલકાતા, ગુજરાત, બેંગાલુરુ, દિલ્હી, મુંબઇની છે. જોકે હાલ જે નામો સરકારને સ્વિત્ઝર્લેન્ડની બેંકો સોપવા જઇ રહી છે તેના નામો જાહેર કરવામાં આવ્યા નથી. એક વખત બધી જ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવે તે બાદ આ નામો જાહેર કરવામાં આવી શકે છે.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!