GSTV
Home » News » સ્વિસ બેંકે કાળા નાણા મુદ્દે કરી આ મોટી કાર્યવાહી, આવી શકે છે ભારતીયો નામ સામે

સ્વિસ બેંકે કાળા નાણા મુદ્દે કરી આ મોટી કાર્યવાહી, આવી શકે છે ભારતીયો નામ સામે

કાળુ નાણુ છુપાવવા માટેના સૌથી મોટા ડેસ્ટીનેશન તરીકે જાણીતા સ્વિત્ઝર્લેન્ડે ભારતની સાથે સ્વિસ બેંક એકાઉન્ટ હોલ્ડર્સના નામ શેર કરવાની તેજી બતાવી છે. ગત સપ્તાહે આશરે એક ડઝન ભારતીય એકાઉન્ટ હોલ્ડર્સને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. માર્ચથી લઇને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 25 ભારતીય ખાતેદારોને નોટિસ ફટકારીને સ્વિક અધિકારીઓએ ભારતની સાથે તેમની જાણકારી શેર કરવા અંગેનો વાંધો જણાવવા કહ્યું છે.

નોટિસ ઇસ્યુ કરીને સ્વિત્ઝર્લેન્ડે આ ભારતીય ખાતેદારોને જાણકારી શેર કરવાની સામે અપીલ કરવાની અંતિમ તક આપી છે. માત્ર 21 મેના એક જ દિવસે ઓછામાં ઓછા 11 ભારતીયોને નોટિસ મોકલવામાં આવી. સ્વિસ બેંકના ગેજેટ નોટિફિકેશનમાં ઘણા લોકોના સમગ્ર નામનો ઉલ્લેખ તો નથી પરંતુ તેમની જન્મતિથી અને નાગરીકતા જણાવાઇ છે.

જો કે તેમાં બે ભારતીય કૃષ્ણ ભગવાન રામચંદ અને કલ્પેશ હર્ષદ કિનારીવાળાના નામનો ઉલ્લેખ કરાયો છે. આ લોકો અંગે વધુ જાણકારી સ્વિસ બેંક તરફથી આપવામાં આવી નથી. જે ખાતેદારોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે તેમને જવાબ રજૂ કરવા માટે 30 દિવસનો સમય અપાયો છે.

READ ALSO

Related posts

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ HDFC બેંક પર 1 કરોડનો દંડ ફટકાર્યો

Mansi Patel

ચોરી કરવા રખાયા હતા માણસો, એ પૈસા વાપરતો હતો આ રીતે

Dharika Jansari

ગુજરાતમાં આગામી 7 જુલાઇએ 10 નગરપાલિકાઓમાં પેટા-ચૂંટણી યોજાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!