GSTV

હવે રાજકારણ પર તમને થુંકવાનું મન થશે, મરતા લોકોને જોઈને કહે છે કે કૉંગ્રેસમાં વધુ લોકો મર્યા કે ભાજપમાં?

swine-flue

2019માં હવે રાજસ્થાનને જે જોખમનો સામનો કરવો પડે છે તેનું નામ સ્વાઈન ફ્લૂ છે. ડૉક્ટરી ભાષામાં આ વાયરસ જનિત રોગ છે જેના વાયરસનું નામ છે H1N1. રાજસ્થાનમાં તેના જોખમનો અંદાજ આરોગ્ય વિભાગનાં અહેવાલોથી ખબર પડે છે. તેમના અનુસાર સમગ્ર દેશમાં સ્વઈન ફ્લૂથી મૃત્યુ પામેલા લોકોમાં 42% એકલા રાજસ્થાનમાં જ છે. છેલ્લા થોડા વર્ષોમાં સ્વાઈન ફ્લુથી કુલ 226 મૃત્યુ થયાં છે. પરંતુ 2019માં 4 ફેબ્રુઆરી સુધી 86 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે.

સ્વાઈન ફ્લૂ પર મૃત્યુ, તબીબીમંત્રી લાપરવાહ!

રાજસ્થાનમાં સ્વાઈન ફ્લૂથી 86 લોકોનાં મૃત્યુ થયાં છે. અને એ સિવાય અત્યાર સુધી 2500 દર્દીઓનાં કેસ સામે આવ્યા છે. શરદીની શરૂઆત સાથે જ લોકોની મુશ્કેલી વધી હતી, જે અત્યાર સુધી કન્ટ્રોલ નથી થઈ. પરંતુ રાજ્યમાં પ્રવર્તમાન અને પૂર્વ ચિકિત્સા મંત્રીઓ વચ્ચે સ્વાઈન ફ્લૂના મુદ્દા પર વાકયુદ્ધ સિવાય બીજું ઘણું ઓછું થયું દેખાય છે.

બેકાબૂ થઈ રહેલા સ્વાઈન ફ્લૂ પર બીજેપી સતત હુમલા કરે છે. બીજેપીનાં તબીબીમંત્રીએ રાજીનામું માંગ્યું છે. બીજી બાજુ રઘુ શર્માના નિવેદન લાપરવાહી જેવા જ કહી શકાય. જાન્યુઆરીમાં તેઓ કહે છે કે હમણાં જ કામ હાથ ધરવામાં આવે છે. ફરી કહે છે કે મારા રાજીનામાંથી મૃત્યુ અટકી જતા હોય તો હું રાજીનામુ આપવા તૈયાર છું. ત્યારબાદ હવે ફેબ્રુઆરીમાં બેકાબુ સ્વાઈન ફ્લૂ અને સતત લોકો મૃત્યુ પામે છે ત્યારે તેઓ ભૂતપૂર્વ ચિકિત્સા મંત્રી કાલિચરણ સરાફને જવાબદાર ઠરાવા લાગ્યાં હતા.

બીજેપી રાજમાં વધુ મૃત્યુ કે પછી કોંગ્રેસ રાજમાં?

કોંગ્રેસ અને બીજેપી સતત એક-બીજા પર દોષારોપણ કરે છે. નેતાઓ ઝઘડે છે એ વાત પર કે કોના રાજમાં વધુ લોકોના મૃત્યુ થયા છે. આવી વખતે તમને ગાળો દેવાનુ મન થાય છે અને કરૂણતા પર દયા પણ આવે છે. સ્વાઈન ફ્લૂને નિયંત્રિત કરવાને બદલે નવી સરકાર અથવા તો બીજેપી રાજમાં ઓછા મૃત્યુ થયા છે એવા દાવા કરે છે કાં તો યોજનાઓ અને મકાનોના નામ બદલવામાં બિઝી છે. હવે જોવાનુ એ છે કે લોકોની સંભાળ ક્યારે રાખે છે કે જેને તેઓની સેવા કરવા માટે નેતા બનાવવામાં આવ્યાં છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!