GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

Swiggy Go સર્વિસ શરૂ, ભૂલાયેલો સામાન જલ્દીથી પહોંચાડશે તમારા સુધી

ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વિગીએ બુધવારે સ્વિગી ગો લોન્ચ કરી છે. જે આખા શહેરમાં ઈન્સ્ટન્ટ પિક-અપ અને ડિલીવરી કરશે. આ એપ દ્વારા શહેરનાં કોઈ પણ ખૂણામાં ફૂડ સિવાય લોન્ડ્રી પ્રોડક્ટસ, ઘર પર ભૂલાયેલી કી-રિંગ, ફૂલ, ગિફ્ટ્સ વગેરે ડિલીવર કરશે. હાલમાં આ સેવા બેંગ્લોરમાં શરૂ કરવામાં આવી છે. પરંતુ 2020 સુધીમાં આ 300 શહેરોમાં પહોંચાડવાની કંપનીની યોજના છે.

સ્વિગી સ્ટોર્સની જેમ જ સ્વિગી ગો સર્વિસ પણ સ્વિગી એપનો હિસ્સો રહેશે. Swiggy Go સર્વિસ એવાં લોકોને બહુજ કામમાં આવશે જે લોકો ઉતાવળમાં કોઈને કોઈ વસ્તુ ઘરે ભૂલી જાય છે. આ સર્વિસમાં જરૂરી દસ્તાવેજ, ચાવી, લંચબોક્સ અથવા અન્ય કોઈ પણ વસ્તુ સામેલ છે. Swiggy ના સીઈઓ હર્ષા મજેઠીએ જણાવ્યુ હતુકે, 2020 સુધીમાં Swiggy Goને 300થી વધારે શહેરોમાં પહોંચાડવાની યોજના છે.

કંપનીએ નિવેદનમાં આગળ જણાવ્યુ હતુકે, સ્વિગી ગો અને સ્ટોર્સ માટે દરેક ડિલીવરી સ્વિગીના ડિલીવરી ફ્લીટ દ્વારા જ કરાશે. તેના માટે કંપનીએ જિલીવરી પાર્ટનર્સને ઈનકમ માટે વધારે સોર્સ મળી જશે. Swiggy Go સર્વિસ માટે કંપનીએ 300થી વધારે મર્ચન્ટ સાથે ભાગીદારી કરી છે. Swiggy Go સર્વિસને હાલમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના નિવેદન બાદ લોન્ચ કરવામાં આવી છે જેમાં એસોસિએશને Swiggy, Zomato, Uber Eats, Food Panda જેવી ડિલવરી એપ દ્વારા અપાઈ રહેલાં ડિસ્કાઉન્ટ પર સવાલ ઉઠાવ્યો હતો.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!