GSTV
Gujarat Government Advertisement

કોરોનાની અસર / હવે Swiggyના કર્મચારી અઠવાડિયામાં માત્ર 4 દિવસ કરશે કામ, કોરોનાની સારવારનો ખર્ચ પણ કંપની ઉપાડશે

Swiggy

Last Updated on May 5, 2021 by Bansari

ફૂડ ઓર્ડર અને ડિલિવરી પ્લેટફોર્મ Swiggyના કર્મચારી મે મહિનામાં માત્ર અઠવાડિયામાં 4 દિવસ જ કામ કરશે. તેને લઇ એક ઇન્ટરનલ મેલ મોકલવામાં આવ્યો છે. કોરોનાના વધી રહેલા કેસોને જોતા સ્વિગીએ તેના કર્મચારીઓની સુરક્ષા ખાતર આ નિર્ણય લીધો છે.

Swiggyના કર્મચારી અઠવાડિયામાં 4 દિવસ કામ કરશે

એક અહેવાલ મુજબ મે મહિનામાં સ્વિગીના કર્મચારી અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કામ કરશે, બાકીના ત્રણ દિવસ રજા રહેશે. સ્વિગીના એચઆર હેડ ગિરીશ મેનને કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં આ જાણકારી આપવામાં આવી છે. મેલમાં તેમણે જણાવ્યું કે સ્વિગીના સ્ટાફ ખૂબ જ મહેનત કરે છે અને અમે તેમનુ સન્માન કરીએ છીએ. દેશમાં વધી રહેલા કોરોના કેસને જોતા અમે મે મહિનામાં અમારા સ્ટાફ માટે 4 દિવસ વર્કિંગ ડેનો નિર્ણય કર્યો છે.

કર્મચારી કરશે પંસદગી

મેનને ઈ-મેઇલમાં લખ્યુ છે કે તમે અઠવાડિયામાં ચાર દિવસોની પસંદગી કરો, જ્યારે તમે કામ કરવા ઇચ્છો છો, બાકીના દિવસે તમે આરામ કરો, તમારી અને તમારા પરિવારની અને મિત્રોની સંભાળ લો. સ્વિગીનું કહેવું છે કે દેશમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ હિસાબથી તેના સ્ટાફને રાહત પહોંચાડવી તેની જવાબદારી છે.

સારવારનું ખર્ચ સ્વિગી ઉપાડશે

સ્વિગીએ તેના સ્ટાફ માટે ઓનલાઇન મેડિકલ કન્સલ્ટેશન અને મેડિકલ સપોર્ટની સુવિધા પણ શરૂ કરી છે. આ સુવિધા એ સ્ટાફ માટે છે, જે હોમ ક્વારન્ટટાઇનમાં છે. તેમાં સ્વિગીના સ્ટાફને હોમ આઇસોલેશન અથવા ક્વારન્ટાઇન કેર કવરેજ જેવી સુવિધા મળી રહી છે. કંપની તેના પર થતા ખર્ચને પણ રીઇમ્બર્સ કરશે.

પરિવારના હોસ્પિટલનો ખર્ચ ઉપાડશે કંપની

જો કંપનીનના કોઇ સ્ટાફ અથવા તેના પરિવારના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે, તો તે ખર્ચ પણ કંપની ઉપાડશે. જો સ્વિગીના 2 સ્ટાફ એક સાથે રહે છે અને તેમાંથી કોઈ એક કોરોના પોઝિટિવ આવે છે, તો બીજા સ્ટાફ માટે સેલ્ફ ક્વારન્ટીની સુવિધા કંપની આપી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર/ ઓક્સિજનની અછત વચ્ચે મોદી સરકારે ઓક્સિકેર સિસ્ટમના 1.50 લાખ યુનિટ ખરીદવા આપી લીલીઝંડી

Dhruv Brahmbhatt

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!