GSTV
Home » News » ચોમાસામાં ચટપટુ ખાવાનું મન છે? તો બનાવો સ્વીટ થ્રી કોર્ન સેન્ડવીચ

ચોમાસામાં ચટપટુ ખાવાનું મન છે? તો બનાવો સ્વીટ થ્રી કોર્ન સેન્ડવીચ

સેન્ડવીચ તો ઘણી ખાધી જ હશે પરંતુ જો કંઇક નવુ અને ટેસ્ટી ખાવાનું મન હોય તો તમારી પાસે ઝટપટ બની જાય એવી એક રેસિપીનો ઓપ્શન છે અને તે છે સ્વીટ થ્રી કોર્ન સેન્ડવીચ. ચોમાસામાં તમને આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા આવશે. તો ચાલો નોંધી લો રીત….

સામગ્રી :

૧૦૦ ગ્રામ દૂધી, ૧૦૦ ગ્રામ ગાજર, ૨૦૦ ગ્રામ ખાંડ, ૨૦૦ ગ્રામ બટાટા, ૫૦ ગ્રામ આરાલોટ, તળવા માટે તેલ અથવા ઘી, અર્ધો લિટર દૂધ, કેસરી રંગ, લીલો રંગ, ૨૫ ગ્રામ કાજુ, ૨૫ ગ્રામ ચારોળી.
રીત : સૌપ્રથમ દૂધીની છાલ ઉતારી તેને છીણી નાખવી. છીણમાં થોડું પાણી નાખી નીચોવી લેવું. જરાપણ પાણી રહે નહીં તેમ નીચોવવી.

રીત

હવે એક વાસણમાં દૂધીનું નીચોવેલું છીણ, ૧૦૦ ગ્રામ ખાંડ અને ૦। લિટર દૂધ તેમ જ લીલો રંગ એક ચપટી નાખી ગેસ પર ગરમ કરવા મૂકવું. પૂરણપોળીના માવા જેટલું કઠણ થાય ત્યાં સુધી સતત હલાવ્યા કરવું. પછી તેને ગેસ પરથી નીચે ઉતારી તેમાં અડધી ચમચી ઘી તથા એલચી પાઉડર નાખી હલાવવું.

આ જ રીતે દૂધીના પૂરણની જેમ જ ગાજરનું પૂરણ તૈયાર કરવું. તેમાં કેસરી રંગ ચપટી નાખી બરાબર હલાવી બાજુ પર રાખવું. હવે ૨૦૦ ગ્રામ બટાટાને બાફી, છોલી, છૂંદી તેમાં આરાલોટ નાખી મસળી પ્રમાણસર લૂઆ કરી પૂરી વણવી. પૂરી જાડી રાખવા પૂરીનો આકાર ચોરસ રાખવો. આ પ્રમાણે બટાટાના માવાના બધા જ ચોરસ તૈયાર રાખવા. હવે એક ચોરસ લઇ તેના પર દૂધીનું પૂરણ એક ચમચો પાથરવું.

તેના ઉપર બીજું ચોરસ મૂકી તે પર ગાજરનું પૂરણ એક ચમચો પાથરવું. તે પર ત્રીજું ચોરસ ઢાંકી આજુબાજુથી કિનારીઓવાળી પેક કરી તેલ અથવા ઘીમાં બદામી તળી લેવા. આ તળેલા ચોરસને સામસામેના ખૂણેથી કાપી ત્રિકોણ કરવા (સેન્ડવીચની જેમ) તે પર કાજુથી સજાવટ કરવી તથા ચારોળી પાથરવી.

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!