GSTV

રસઝરતો સ્વાદ… શું આપ મીઠાઇના નામે ઝેર તો નથી ખાઇ રહ્યા ને ? મધમીઠી મીઠાઇ ભારે પડશે !

Last Updated on October 28, 2021 by pratik shah

દિવાળીના તહેવારોમાં જથ્થાબંધ રીતે બનાવવામાં આવતી મીઠાઇ આરોગ્યને હાનિકારક છે કે કેમ તેની ચકાસણી કરવી જરૂરી છે. ઘણીવાર વેપારીઓ નકલી માવો, પ્રતિબંધિત કલર અને એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી તેને અખાદ્ય બનાવતા હોય છે. ત્યારે ગ્રાહક જાતે પણ મીઠાઇની ચકાસણી કરીને આરોગ્ય વિભાગને ફરિયાદ કરી શકે છે.

દિવાળીનો લાભ લઇને મીઠાઇના ઘણા વેપારીઓ ગુણવત્તામાં બાંધછોડ કરીને મીઠાઈને અખાદ્ય બનાવે છે.જેમાં માવામાં ભેળસેળ કરાતી હોય છે.. મીઠાઈમાં માવો અસલી છે કે ભેળસેળવાળો તે પરીક્ષણ કરી શકાય છે.

જેમાં માવાને કાચ નાં બાઉલમાં લો તેને મસળી તેના પર ટીંચર નાખો, જો ભેળસેળ હશે તો તેનો કલર જાંબુડી જેવો થઇ જશે…જો ઉત્તમ માવો હશે તો તેનો રંગ આછો લીલો રહેશે. મીઠાઇમાં ચાંદીના વરખના નામે ઘણા એલ્યુમિનિયમના વરખનો ઉપયોગ કરે છે જે કેન્સરને આમંત્રે છેઆવા વરખની ચકાસણી કરવી હોય તો – મીઠાઇ પરનો વરખ ઉખેડી શકાય તો તે નકલી છે.. પરંતુ તે અડતાની સાથે તૂટી જાય અને હાથ પર ચોંટી જાય તો તે ચાંદીનો વરખ સમજવો. મીઠાઇમાં વપરાતો રંગ ખાદ્ય છે કે અખાદ્ય તે ચકાસવા મીઠાઇને કાચના વાસણમાં મૂકો અને તેની ઉપર ટોઇલેટ ક્લિનર નાંખો… જો તેનો રંગ જાંબુ જેવો થાય તો તે પ્રતિબંધિત રંગ હોવાનું સાબિત થાય છે. મહત્વનું છેકે કોર્પોરેશનની લેબોરેટરીમાં પરીક્ષણ માટે આવતી મીઠાઇમાંથી 10 ટકા નમૂના ફેઇલ જાય છે. ઘરે કરતુ પરીક્ષણ મર્યાદિત હોય છે. શહેરીજનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો ટેસ્ટ કરાવી શકે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેબોરેટરીની સુવિધા આપવામાં આવી છે અહી લોકો સો રૂપિયાની ફી ભરી જરૂરી ટેસ્ટ કરાવી શકે છે.

આ ઉપરાંત મીઠાઇના નામે લાલચુ વેપારીઓ ગ્રાહકોને છેતરવા માટે, આરોગ્ય વિભાગ દરોડા પાડે છે, દંડ વસૂલ કરે છે પણ પછી કોઇ કાર્યવાહી થતી નથી.કાયદામાં રહેલી છટકબારીઓ ને કારણે વેપારીઓ સામે બહુ કડક કાર્યવાહી થતી નથી. જેથી ગ્રાહકોએ જ જાગૃત થઇને વેપારીઓ દ્વારા કરાતી ભેળસેળ રોકવા માટે જાગૃત થવું પડશે

READ ALSO

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!