GSTV

વડીલોનો મનપસંદ સ્વીટ કરાંચી હલવો

સામગ્રી: કોર્નસ્ટાર્ચ : ૧૦૦ ગ્રામ, બદામ : ૧૦-૧૨ નંગ, કાજુ : ૧૦-૧૨ નંગ, ખાંડ : ૪૦૦ ગ્રામ, લીંબુનો રસ : ૧ ચમચી, ઘી : ૧૦૦ ગ્રામ, ગુલાબજળ : ૧ ચમચી.
રીત: કાજુ અને બદામના ટુકડા કરો. કોર્નસ્ટાર્ચને પોણો કપ પાણી લઈ તેમાં ઓગાળો. ખાંડમાં એક કપ પાણી રેડીને ઉકાળો. તેમાં લીંબુનો રસ નાખી ફરીથી ઉકાળો જેથી બધો મેલ કપાઈ જાય.

આંચ ધીમી કરીને કોર્નસ્ટાર્ચનું થોડું મિશ્રણ નાખી ખૂબ હલાવો. તે ઉકળે એટલે તેમાં ફરીથી થોડું કોર્નસ્ટાર્ચનું મિશ્રણ ભેળવો. આમ, થોડું થોડું મિશ્રણ નાખતાં જઈ તેને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતાં રહો. આંચ ધીમી જ રહેવા દેવી. હવે તેમાં પીગળેલું ઘી મિક્સ કરો.

ઘી બધું શોષાઈ જાય એટલે ફરી તેમાં ઘી નાખો. આ રીતે બધું ઘી મિક્સ કરો. હવે એક ચમચી મિશ્રણને પ્લેટમાં કાઢી, ઠંડું થવા દો. જો તે પ્લેટમાં ચોંટે નહીં તો તેને ગેસ પરથી ઉતારી લો. તેમાં ગુલાબજળ ભેળવી સારી રીતે મિક્સ કરીને ગ્રીસ કરેલી ટ્રેમાં પાથરો. તેના પર કાજુ-બદામના ટુકડા ભભરાવો. મનગમતા આકારમાં ટુકડા કરીને ઠંડા થાય એટલે ખાવ.

Read Also

Related posts

શું સંભોગ કરવાથી કે પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે Corona? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ્સ

Arohi

લોકડાઉનમાં તમારા બાળકની ઈમ્યુનિટી સીસ્ટમને વધારવા, ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ

Ankita Trada

RBIમાં ગ્રેજ્યુએટ માટે છે નોકરીની તકો, 33.60 લાખ રૂપિયા મળશે સેલેરી

Karan
Do NOT follow this link or you will be banned from the site!