GSTV

અમદાવાદમાં સફાઈ કામદારો ધરણા પર ઉતરતા પોલીસ એક્શન મોડમાં, 150 લોકોના ટોળાં સામે શરૂ કરી કાર્યવાહી

Sweepers-on-strike-in-Ahmedabad

Last Updated on October 26, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદમાં સફાઈ કામદારો વિવિધ માંગોને લઈને પાંચ દિવસથી ધરણા પર હતાં. સોમવારે મોડી રાત્રે ધરણાં કરી રહેલા સફાઈ કામદારોની અટકાયત કરવામાં આવી હતી. મોડી રાત્રે કાર્યવાહી કરવા માટે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સફાઈ કામદારો નોકરીમાં કાયમી કરવાની માંગ સાથે બોડકદેવમાં નવા પશ્ચિમ ઝોનની ઓફિસ પર ધરણાં કરી રહ્યાં હતાં.

મોડી રાત્રે સફાઈ કામદારો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં

સમગ્ર મામલો શાંત પાડવા 300થી વધુ પોલીસકર્મીઓનો કાફલો ઓફિસ પર ખડકી દેવામાં આવ્યો હતો અને સફાઈકર્મીઓની અટકાયત પણ કરવામાં આવી. જે સફાઈ કામદારો પાંચ દિવસથી ધરણાં કરી રહ્યાં હતાં તે તમામ કામદારો કોર્પોરેશનમાં જે નવા વિસ્તાર ભળ્યાં છે તે વિસ્તારોમાં ફરજ બજાવે છે. અટકાયતની કામગીરી બાદ મોડી રાત્રે સફાઈ કામદારો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં અને પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો.

મહત્વનું છે કે, અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનના સફાઈ કામદારોની પોલીસ દ્વારા કરાયેલી અટકાયતનો વિરોધ કરવામાં આવ્યો છે અને આજ સવારથી જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન બહાર સફાઈ કામદારોએ પહોંચીને સૂત્રોચ્ચાર કર્યો છે. અટકાયત સમયે પોલીસે સગર્ભા મહિલાને પણ માર માર્યો છે તેમજ તે મહિલાને સોલા સિવિલ ખસેડવામાં આવી હોવાનું ગુજરાત મજદૂર સભાના પ્રમુખ મહેશ વાઘેલાએ કહ્યું હતું.

ચાર મહિનાથી પગાર ન મળતા હડતાળ પર ઉતરેલા સફાઇ કામદારોમાં પોલીસે કરી 30થી વધુની અટકાયત

બોડકદેવ ઝોનલ ઓફિસ ખાતે દક્ષિણ પશ્ચિમ ઝોનના સફાઈ કર્મીઓ ચાર મહિનાથી પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા હતાં અને એ જ સમયે મામલો બીચકતા પોલીસે 30થી વધુની અટકાયત કરી હતી. બીજી તરફ ગેરકાયદેસર મંડળી રચી વિરોધ કરવા બદલ 100થી 150 લોકોના ટોળાં સામે ફરિયાદ નોંધાવી અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!