બસ લાઈટ ઑન-ઑફ કરવાના મળી રહ્યાં છે 1 લાખ 62 હજાર રૂપિયા, આ રેલવે સ્ટેશને નિકાળી ભરતી

ઓછામાં ઓછું કામ કરીને વધારે પૈસા મળે તો તેમાં શું ખરાબી છે, પરંતુ આવી તક ખૂબ ઓછી મળે છે. હવે તમને કોઈ કહે કે તમારે ફક્ત લાઈટ ઑન-ઑફ કરવાનો પગાર 1 લાખ 62 હજાર રૂપિયા મળશે તો વિશ્વાસ આવશે નહીં. આ કોઈ મજાક નથી. લાઈટ ઑન-ઑફ કરવાનુ આ કામ સ્વીડનના ગોથેનબર્ગના એક રેલવે સ્ટેશનમાં છે.

એક મીડિયા રીપોર્ટ મુજબ, આ કામ માટે વિશ્વભરમાંથી લોકો અરજી આપી શકે છે. રસપ્રદ વાત છે કે આ કામ માટે કોઈ ખાસ યોગ્યતાની પણ જરૂર નથી. આ પોસ્ટ માટે વર્ષ 2025થી અરજી મંગાવવામાં આવશે અને લોકોની નિમણુંક 2026થી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે 2026માં આ રેલવે સ્ટેશન આખુ બનીને તૈયાર થઇ જશે. ન્યૂ કોર્સવાગેન ટ્રેન સ્ટેશનની ડિઝાઈન માટે એક પ્રતિયોગિતા રાખવામાં આવી હતી.

નોકરીનું વિવરણ

સાઈમન ગોલ્ડિન અને જેકબ સેનેબી નામના બે કલાકારોએ આ પ્રતિયોગીતા જીતીને 4.50 કરોડ રૂપિયાનું ઈનામ પોતાના નામે કર્યુ હતું. આ બંને કલાકારોએ જીતેલી રકમને જાતે ખર્ચ ના કરીને કર્મચારી માટે વેકેન્સી નિકાળી છે, કારણકે રેલવે સ્ટેશનમાં બીજુ કોઈ કામ વધ્યું નથી, જેના કારણે લાઈટને ચાલુ કરવાનું અને બંધ કરવાનું પદ બનાવવામાં આવ્યું. આ કામ કરનારને બસ પ્લેટફોર્મ પર રહેતી લાઈટને ડ્યૂટી શરૂ થતા ચાલુ કરવાની છે અને ડ્યૂટી સમાપ્ત થતાં બંધ કરવાની છે.

ગોલ્ડિન અને જેકબે પુરસ્કાર રકમથી જ કર્મચારીને પગાર આપવાનો નિર્ણય કર્યો છે. તેમનું કહેવુ છે કે તેઓ પુરસ્કારમાં જીતેલા પૈસાને કોઈ યોગ્ય જગ્યાએ રોકાણ કરશે, જેનાથી નિમણુંક કરવામાં આવેલા કર્મચારીઓના પગારનું મેનેજમેન્ટ હોઈ શકે. તેમનું માનવુ છે કે રોકાણથી જે પણ રીટર્ન પ્રાપ્ત થશે તેનાથી ઘણા વર્ષો સુધી કર્મચારીઓને વેતન મળતુ રહેશે. ઉલ્લેખનીય છે કે હજી સુધી આ વાતની જાણકારી મળી નથી કે આ પદ માટે કેટલા લોકોની ભરતી થવાની છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter