પોતાના ફીગરને અજીબ અને સૌથી અલગ બનાવવા ઈચ્છે છે આ મૉડલ, વધારી રહી છે આ અંગ

દુનિયામાં લોકો કેવા-કેવા શોખ રાખે છે, તે આ સમાચાર વાંચીને તમને સમજાઇ જશે. કોઇ વ્યક્તિને જીરો ફીગર કરવાની ચિંતા તો કોઇને પોતાના હિપ વધારવામાં મજા આવે છે. આજે અમે તમને એક એવી સ્વીડિશ મૉડલ અંગે જણાવવા જઇ રહ્યાં છીએ, જેનું ફીગર જોઇને તમે ચોંકી જશો અને તેની ઈચ્છા જાણીને તમે કહેશો કે આખરે આ સુંદર મૉડલ શું કરવા ઈચ્છે છે?

એક સ્વીડિશ મૉડલનું ફીગર તમને હેરાન કરી દેશે. આ મૉડલના હીપ એટલા પહોળા છે કે ફ્રીજની સાઇઝ પણ તેની સામે નાની પડે છે. દુનિયામાં આટલા બધા પહોળા હિપવાળી આ મૉડલ હજી પણ પોતાના હિપને વધારવા ઈચ્છે છે. અમે સ્વીડિશ મૉડલ નતાશા ક્રાઉનની વાત કરી રહ્યાં છે.

25 વર્ષની નતાશા ક્રાઉનના હાલમાં 80 ઈંચના હિપ છે, પરંતુ હજી પણ તેણી પોતાના હિપને વધારવા ઈચ્છે છે. તેણી ઘણી વખત સર્જરી કરાવી પોતાના હિપની સાઇઝ વધારવામાં વ્યસ્ત છે. જોકે, તબીબોનું કહેવુ છે કે હવે તે વધુ હીપની સર્જરી કરાવશે તો નતાશાએ ગંભીર પરિણામ ભોગવવા પડશે અથવા ઈન્ફેક્શન થવાનું સંકટ પણ વધી રહ્યું છે.

5 ફૂટ 10 ઈંચની નતાશા મૂળ સર્બિયાની રહેવાસી છે, પરંતુ હાલમાં તે સ્ટૉકહૉમમાં રહે છે. નતાશાના ઈન્સ્ટાગ્રામ પર 3 લાખ 18 હજાર અને ફેસબુક પર પણ લાખો ફૉલોઅર છે. એક અમેરિકન રિયાલીટી ટીવી શો દરમ્યાન નતાશાએ જણાવ્યું કે મને લાગે છે કે મારા હિપ વધુ સારા છે અને હું તેને ક્યારેય પાતળા કરીશ નહીં. મારા હિપ અલગ જ દેખાય છે. જેનાથી લોકો મારી તરફ આકર્ષિત થાય છે.

View this post on Instagram

Flexing:) agile like Puma!

A post shared by Natasha Crown (@natasha_crown_official___) on

નતાશાએ જણાવ્યું કે મારા પોતાના મોટા હિપના કારણે કેટલીક વખત મેં ખુરશીઓ તોડી નાખી છે અને પલંગ પણ તોડી નાખ્યા છે. સાથે જ મેં કેટલાંક લોકોને તોડી નાખ્યા છે. નતાશાનું કહેવુ છે કે હું હંમેશા અલગ રહી છું અને સ્વીડનમાં મહિલાઓને લાગે છે કે પાતળા દેખાવાથી વધુ સુંદર લાગીએ છીએ. પરંતુ મને લાગે છે કે લોકોએ એ જોવાની જરૂર છે કે મહિલાઓએ કેવુ દેખાવવુ જોઈએ.

નતાશાએ અત્યાર સુધી ત્રણ વખત સર્જરી કરાવી છે અને ફરીથી સર્જરી કરાવવાનુ વિચાર કરી રહી છે. કારણકે તેના હિપની સાઇઝને વધુ વધારી શકાય. તબીબોનું કહેવુ છે કે હવે સર્જરી કરવા માટે નતાશાને વધુ ચરબીની જરૂર પડશે. નતાશાનું કહેવુ છે કે મારું લક્ષ્ય દુનિયાના સૌથી મોટા હિપ બનાવવાનુ છે અને આ કરવાથી મને કોઇ રોકી શકશે નહીં. નતાશાએ કહ્યું કે જેના માટે મને કોઇએ કહ્યું કે તમારે વિમાનમાં બેસવા માટે બે સીટ બુક કરાવવી પડશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter