GSTV

સ્વીડનની પ્રથમ મહિલા પ્રધાનમંત્રીએ નિમણૂંકના જ ગણતરીના કલાકો બાદ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ!

Last Updated on November 25, 2021 by pratik shah

સ્વીડનની ગણતરી દુનિયાના સૌથી સમૃધ્ધ દેશોમાં થાય છે. સ્વીડનની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મેગ્ડેલના એન્ડરસનને સંસદ દ્વારા પહેલા પીએમ તરીકે ચૂંટવામાં આવ્યા હતા પણ એ પછી તરત જ અન્ય એક ગ્રીન પાર્ટીએ પોતાનો ટેકો પાછો ખેંચતા મેગ્ડેલના એન્ડરસનને પીએમ તરીકે રાજીનામું આપવું પડ્યું છે.

મેગ્ડેલના એન્ડરસનને 117 સાંસદોનુ સમર્થન હતું

સ્વીડનની 349 બેઠકોવાળી સંસદમાં પીએમ બનવા માટે મેગ્ડેલના એન્ડરસનને 117 સાંસદોનુ સમર્થન હતું પણ તેની સામે 174 તેમના વિરોધમાં હતા. આ પૈકી 57 સાંસદ હાજર નહોતા. જોકે ગઠબંધનના કારણે તેઓ પીએમ તો બની શક્યા હતા પણ ગણતરીના કલાકો બાદ તેમણે રાજીનામુ આપી દીધું હતું. તેમને પહેલા ટેકો આપનાર ગ્રીન પાર્ટીને બજેટના પ્રસ્તાવને લઈને પીએમ સાથે મતભેદો સર્જાયા હતા. જેના પગલે આખરે પીએમ એન્ડરસને રાજીનામું આપી દેવાનો નિર્ણય લીધો હતો.

મારા માટે સન્માનનો સવાલ

બાદમાં મેગ્ડેલના એન્ડરસનને કહ્યું હતું કે, મારા માટે સન્માનનો સવાલ હતો પણ હું એવી સરકારનું નેતૃત્વ કરવા નહોતી માંગતી જેની કાયદેસરતા પર સવાલ ઉઠાવાય.

READ ALSO

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં દરોમાં થશે ફેરફાર? શું સામાન્ય નાગરીકોને થશે લાભ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!