GSTV
Ajab Gajab

કુંવારી છોકરીઓની પરેડ, રાજા કોઈપણ બનાવી શકે છે પત્ની

આફ્રિકાનો દેશ સ્વાઝિલેન્ડ(નવું નામ ઈસ્વાતિની)ચર્ચામાં છે. ઘણી વેબસાઈટો દ્વારા જાણવા મળ્યું છે કે, સ્વાઝિલેન્ડના રાજાએ આદેશ કર્યો છે કે બેથી ઓછી પત્ની હશે તો પુરુષને જેલમાં જવું પડશે. જોકે સ્વાઝિલેન્ડની રાજાશાહીએ તેને ખોટી સાબિત કરી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે સ્વાઝિલેન્ડમાં બહુપત્નીત્વ કાયદેસર છે, અને ત્યાંના રાજાને જ 14 પત્નીઓ છે.

રાજાની પત્ની પસંદ કરવાની પ્રથા પણ અજીબોગરીબ છે, અને તેના પર સવાલ ઊઠે છે. સ્વાઝિલેન્ડ પૂરી રીતે રાજાશાહી વાળો દુનિયાનો છેલ્લો દેશ છે. રાજા મસ્વતિ-3 પર જીવનશૈલીમાં આનંદ કરવાનો આરોપ છે અને સ્વાઝિલેન્ડની 63 ટકા વસ્તી ગરીબ છે. સ્વાઝિલેન્ડના રાજા મસ્વતિ-3ને 14 પત્નીઓ છે. તેના 25થી વધુ બાળકો છે.

આ પહેલા રાજાની કુલ 15 પત્નીઓ હતી, પરંતુ ગયા વર્ષે એક પત્નીનું મૃત્યુ થઈ ગયું. મીડિયાના અહેવાલ મુજબ 37 વર્ષની સેત્ની મસાન્ગોએ આત્મહત્યા કરી હતી. સ્વાઝિલેન્ડમાં દર વર્ષે રીડ ડાન્સ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. ડિસેમ્બરમાં આ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં(40 હજાર સુધી) વર્જિન છોકરીઓ ભાગ લે છે. ખુલ્લી છાતી રખાવીને તેમની જોડે પરેડ કરાવામાં આવે છે.

પરંપરા અનુસાર, રાજાને અધિકાર છે કે દર વર્ષે કોઈપણ એક છોકરીને તેની પત્ની તરીકે અપનાવી શકે છે. ઘણી છોકરીઓએ ગયા વર્ષે આ પરેડમાં ભાગ લેવાની ના પાડી તો તેમના પરિવારને દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્વાઝિલેન્ડ દક્ષિણ આફ્રિકામાં આવેલું છે. તેની સીમા દક્ષિણ આફ્રિકા અને મોઝેમ્બિક સાથે જોડાયેલ છે. અહીંયાની આબાદી 13 લાખ છે. ગયા વર્ષે રાજાએ આ દેશનું નામ બદલીને કિંગડમ અને ઈસ્વાતિનિ રાખ્યું હતું.

Read Also

Related posts

હટકે અંદાજ/ બૉસથી પરેશાન થઇને એમ્પ્લોયીએ બોલીવુડ સૉન્ગ લખીને આપ્યું રાજીનામું, વાંચીને લોકોની ઉડી ગઇ ઉંઘ

Karan

આ દેશમાં પાણીપુરીના વેચાણ પણ લાગ્યો પ્રતિબંધ, કારણ છે હેરાન કરવા વાળું

Damini Patel

અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…

GSTV Web Desk
GSTV