GSTV

અહીં રાજાની સામે કપડા પહેર્યા વગર નાચે છે યુવતીઓ, બાદમાં રાજા પસંદ કરે છે મનપસંદ રાણી

આપે સાંભળ્યુ હશે કે, દેશનું શાસન ચલાવવા માટે એક રાજા હોય છે, જે સમગ્ર વિસ્તારનું સંચાલન કરતા હોય છે. જો કે, મોટા ભાગની જગ્યાએ રાજાશાહી ખતમ થઈ ગઈ છે. જો કે, આફ્રિકામાં આજે પણ એક એવો દેશ છે, જ્યાં સમગ્રપણે રાજાશાહી લાગૂ થાય છે. આ દેશનું નામ છે સ્વાઝીલેંન્ડ, જો કે, વર્ષ 2018માં દેશે મળેલી આઝાદીના 50 વર્ષ પુરા થવા પર અહીંના રાજાએ દેશનું નામ બદલ્યુ હતું. બાદમાં તેનુ નામ ધ કિંગડમ ઓફ ઈસ્વાતિની રાખી દીધુ છે. આ દેશ દક્ષિણ આફ્રિકા મહાદ્વીપમાં દક્ષિણ આફ્રિકા સાથે જોડાયેલો છે. દક્ષિણ આફ્રિકાના લોકોએ ક્રિકેટને લઈ ભારતમાં ખાસ્સી ઓળખ બનાવી છે.

રાજાની સામે ન્યૂડ થઈને ડાંસ કરે છે યુવતીઓ

હકીકતમાં જોઈએ તો, દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મહારાનીની માના શાહી ગામડામાં લુદજીજીનીમાં ઉમ્હલાંવા સેરેમની ફેસ્ટીવલ યોજાય છે. જેમાં 10 હજારથી વધારે કુંવારી યુવતીઓ અને બાળકીઓ સામેલ થાય છે. આ ઉત્સવમાં રાજાની સામે કુંવારી યુવતીઓ ડાંસ કરે છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ યુવતીઓમાંથી રાજા પોતાના માટે રાણી પસંદ કરે છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ યુવતી કપડા પહેર્યા વગર જ પ્રજાની સામે રાજાને દેખતા ડાંસ કરે છે.

ગત વર્ષે અમુક યુવતીઓએ વિરોધ કર્યો તો દંડ ભરવો પડ્યો

ગત વર્ષે આ દેશની અમુક યુવતીએ તેનો વિરોધ કર્યો હતો. અનેક યુવતીએ આ પરેડમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. જો કે, રાજાની જાણમાં આ વાત આવતા તેમના પરિવારોએ ઘણો દંડ ભરવો પડ્યો હતો. ઉપરાંત આ રાજાઓ પર એવા પણ આરોપ છે કે, તેઓ ખૂબ એશોઆરામની જીંદગી જીવે છે, જ્યારે ત્યાંની મોટા ભાગની પ્રજા અતિગરીબીમાં જીવી રહ્યા છે.

વર્ષ 2015માં રાજા મસ્વાતી તૃતીય ભારતમાં આવી ચુક્યા છે

જણાવી દઈએ કે, વર્ષ 2015માં ભારત આફ્રિકી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રાજા મસ્વાતી તૃતીય ભારતમાં આવી ચુક્યા છે. રાજા મસ્વાતી તૃતીય પોતાની સાથે 15 પત્ની અને બાળકો સાથે 100 નોકર લાવ્યા હતા. તેમને દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાણ કર્યુ હતું. જેમાં તેમના માટે 200 રૂમ બુક કરાવ્યા હતા.

READ ALSO

Related posts

ચોમાસુ સત્રઃ લોકસભામાં ઘેરાયા બાદ રાજ્યસભ્યામાં સરકારે આપ્યો જવાબ, શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં આટલા લોકોના થયા મોત

Karan

જામનગર : લાખોના ખર્ચે બનાવેલ કોઝવે ઉદ્દઘાટન પહેલા જ તૂટી ગયો, 56 લાખ પાણીમાં

Nilesh Jethva

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દિશા સાલિયાન અંગે હતી, લખી હતી આ વાત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!