GSTV
News Trending World

હિંદુ ધર્મમાં પવિત્ર પ્રતિક મનાતા સ્વસ્તિક પર ઓસ્ટ્રેલિયાએ મૂક્યો પ્રતિબંધ, કેનેડાએ અગાઉ આ બાબતે માગવી પડી હતી માફી

હિંદુ ધર્મમાં સ્વસ્તિકને એક પવિત્ર ચિહ્ન તરીકે જોવામાં આવે છે. કોઈ પણ વસ્તુની શુભ શરૂઆતમાં લોકો સ્વસ્તિક ચિહ્ન અંકિત કરે છે. સ્વસ્તિકને હિંદુ ધર્મમાં ખૂબ જ શ્રદ્ધા સાથે જોવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ખોટા કારણોસર ફરી એકવાર દુનિયાભરમાં ચર્ચામાં કેન્દ્ર બિદું બન્યું છે. આવું ત્યારે થયું જ્યારે ઓસ્ટ્રેલિયાના બે રાજ્યોએ આ પ્રતિક પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. પ્રતિબંધ મૂકતા એવું કહેવામાં આવ્યું હતું કે આ પ્રતીક નાઝીઓનું પ્રતીક છે. આખો મામલો શું છે કારણ કે એક વખત કેનેડાએ પણ આવું પગલું ભર્યું હતું પરંતુ બાદમાં ફરીથી માફી માંગવી પડી હતી.

ઓસ્ટ્રેલિયાએ આ પ્રતીકને અપરાધની શ્રેણીમાં મૂક્યું

એક અહેવાલ અનુસાર, ઓસ્ટ્રેલિયાના બે રાજ્યો સાઉથ વેલ્સ અને વિક્ટોરિયામાં સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં કોઈ પણ રીતે સ્વસ્તિક ચિહ્ન દર્શાવવું એ ગુનો ગણવામાં આવશે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ અને તસ્માનિયાએ પણ સ્વસ્તિક પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે ઓસ્ટ્રેલિયાએ આ નિર્ણય અચાનક નથી લીધો, પરંતુ તેના પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી હતી.

અહેવાલ મુજબ, લગભગ એક વર્ષ સુધી ચાલેલી રર્ચા અને ડિસ્કશન પછીથી અને વિવિધ સમુદાયો સાથે પરામર્શ પછી લાવવામાં આવેલ બિલને ગયા અઠવાડિયે વિક્ટોરિયા રાજ્યની સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત રાજ્યમાં નાઝી પ્રતીકોનું પ્રદર્શન ગુનો બની ગયો છે. નાઝી સિમ્બોલ પ્રોહિબિશન બિલ 2002ને મંગળવારે સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ન્યૂ સાઉથ વેલ્સના એટર્ની જનરલ માર્ક સ્પીકમેને મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે નાઝી સ્વસ્તિકથી યહુદી ધર્મના લોકો સહિત સમુદાયના સભ્યોને નુકસાન થયું છે.

નાઝી પ્રતીકના પ્રદર્શન માટે દંડ અને સજા

એટલું જ નહીં, આ બિલ મુજબ નાઝી ચિન્હ દર્શાવવો ગુનો ગણાશે અને તેને 22,000 ઓસ્ટ્રેલિયન ડોલર કહેતાં લગભગ 12 લાખ રૂપિયાનો દંડ અથવા 12 મહિનાની જેલ અથવા તો બંને સજા થઈ શકે છે. જુલાઈની શરૂઆતમાં, ફિનલેન્ડ રાજ્યએ તેના વાયુસેનાના ચિહ્નમાંથી સ્વસ્તિક પ્રતીક દૂર કર્યું હતું.

પ્રતિબંધ માટે શું દલીલો આપવામાં આવી

આ બિલ પાસ થતાંની સાથે જ અનેક પ્રકારની ચર્ચાઓએ જન્મ લીધો હતો. ન્યૂ સાઉથ વેલ્સમાં યહૂદી બોર્ડ ઑફ ડેપ્યુટીઝના સીઈઓ ડેરેન બાર્ક્સ કહે છે કે સ્વસ્તિક નાઝીઓનું પ્રતીક છે. તે હિંસા દર્શાવે છે. કટ્ટરપંથી સંગઠનો પણ ભરતી માટે તેનો ઉપયોગ કરે છે. ઘણા સમયથી અમારા રાજ્યમાં તેના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા ચાલી રહી હતી.

કેનેડાએ પણ માગવી પડી હતી માફી

થોડા મહિના પહેલા કેનેડામાં સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતું બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. હિંદુ સમુદાય દ્વારા કરાયેલા વિરોધ બાદ સ્વસ્તિકને નાઝીનું પ્રતિક બતાવતા બેનની માગ કરનારા સાંસદોએ વિધેયકની ભાષા બદલવી પડી હતી. એમ પણ કહેવાયું હતું કે તેઓનો કોઈની લાગણી દુભાવવાનો ઈરાદો નહોતો.

હિંદુ ધર્મમાં સ્વસ્તિકની માન્યતા

હકિકતમાં સ્વસ્તિક શબ્દ સંસ્કૃત શબ્દ સ્વસ્તિકા પરથી આવ્યો છે. તેનો આકાર ક્રોસ જેવો છે તે ચારેય બાજુ 90 ડિગ્રી પર વળેલી હોય છે. તેની ભૂજાઓ કહેતાં છેડા ચારેય બાજુ એક જ દિશામાં વળે છે. હિંદુ ધર્મમાં તેને સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ વિશ્વના અન્ય દેશોમાં તેનો અલગ અલગ અર્થ નીકાળવાાં આવે છે.

READ ALSO

Related posts

તેલમાં ફ્રાય કર્યા વિના કૂકરમાં જ આ રીતે બનાવો ખસ્તા સમોસા, બનાવવામાં સરળ

Hemal Vegda

ઉત્તરાખંડમાં દિલ્હીના જોઈન્ટ સેક્રેટરીએ સગીર છોકરીની કરી છેડતી, આરોપીની પોલીસે કરી લીધી ધરપકડ

HARSHAD PATEL

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah
GSTV