GSTV
Baroda Gandhinagar Trending ગુજરાત

ગુજરાત પોલીસબેડામાં મોટા ફેરફાર: વડોદરાના કમિશનર તરીકે સ્વરૂપ પી.ની નિમણૂક, સાત IASની બદલી

પોલીસ

ગુજરાત સરકારે આજે સાત આઈએએસ અધિકારીની કરેલી બદલીમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાયના સ્થાને કમિશનર તરીકે સ્વરૂપ પી.ને મૂક્યા છે. વડોદરાના કમિશનર તરીકે અત્યાર સુધી સેવા આપી રહેલા નલીન ઉપાધ્યાની બદલી કરીને સહકાર સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે.ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઓથોરિટીમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવા આપી રહેલા મહિલા આઈએએસ અનુરાધા મલની બદલી કરીને સરદાત પટેલ ઇન્સ્ટિટયૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-સ્પીપામાં ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને કે.એમ.ભીમજીયાણીને આ હોદ્દા પરથી બદલી કરીને સેટલમેન્ટ કમિશનમાં મૂકવામાં આવ્યા છે.

જાણો કોની ક્યાં બદલી થઇ

સ્પીપાના ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહેલા કે.એમ. ભીમજીયાણીની બદલી કરીને તેમને સેટલમેન્ટ કમિશનર અને ડિર્કેટર ઑફ લેન્ડ રૅકોર્ડ્સ તરીક ગાંધીનગરમાંે નિમણૂક આપવામાં આવી છે. આ હોદ્દા પર અત્યાર સુધી સેવા આપી રહેલા હર્ષદ કુમાર આર. પટેલને અન્ય હોદ્દા પર બદલી કરવામાં આવી છે.

લાંબા સમયથી વિદેશમાં ટ્રેનિંગ પર મોકલવામાં આવેલા આઈએએસ સ્વરૂપ પી.ને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર નલીન ઉપાધ્યાયને સ્થાને કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે સેવા આપી રહેલા નલીન ઉપાધ્યાયનેી બદલી કરીને મનીષ ભારદ્વાજના સ્થાને સરકારના સચિવ (સહકાર, પશુપાલન, ગાય ઊછેર અને મત્સ્યદ્યોગ, કિસાન કલ્યાણ અન ેસહકાર વિભાગમાં મૂકવામાં આવ્યા છે.

ગુજરાત સરકારમાં ના સહકાર, પશુપાલન, ગાય ઊછેર અને મત્સ્યદ્યોગ, કિસાન કલ્યાણ અન ેસહકાર વિભાગમાં સચિવ તરીકે સેવા આપી રહેલા મનીષ ભારદ્વાજની બદલી કરીને કૃષિ, ખેડૂત કલ્યાણ, અને સહકાર વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ગાંધીનગરમાં કમિશનર ઑફ રિલીફ અને એક્સ ઑફિસિયો એડિશનલ સેક્રેટરી તરીકે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં સેવા આપી રહેલા હર્ષદ આર. પટેલને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

Read Also

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV