GSTV
Home » News » ગુજરાત કોંગ્રેસનાં નેતા-કાર્યકરો પર લટકતી તલવાર, ચૂંટણી પરિણામો બાદ લેવાશે આકરા પગલા

ગુજરાત કોંગ્રેસનાં નેતા-કાર્યકરો પર લટકતી તલવાર, ચૂંટણી પરિણામો બાદ લેવાશે આકરા પગલા

Congress gandhinagar

લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનાર સામે કોંગ્રેસ આકરા પગલાં ભરશે. ડભોઈના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સસ્પેન્ડ કર્યા બાદ અન્ય પ્રતિનિધિઓ સામે પણ કાર્યવાહી થશે..20 થી વધારે શહેરોના પ્રતિનિધિઓને સસ્પેન્ડ કરવા તખ્તો તૈયાર કરાયો છે. લોકસભાના ઉમેદવારોની ફરિયાદને પણ ધ્યાને લેવામાં આવી છે. તેમજ લોકસભા બેઠક પર પક્ષનાં આગેવાનો અને કાર્યકરોએ પાર્ટી વિરોધી પ્રવૃતિ કરી છે તેમની સામે લટકતી તલવાર છે.

મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણી પરિણામો બાદ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાને સસ્પેન્ડ કરવામાં આવશે. તેમજ કોંગ્રેસ પાર્ટીનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ જિલ્લા સહીત ૨૦ થી વધારે શહેરોના પ્રતિનિધિઓ સસ્પેન્ડ થશે. મહત્વનું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગઇકાલે જ વડોદરા જિલ્લાનાં ડભોઈના ૭ પ્રતિનિધિઓને સસ્પેન્ડ કર્યા હતા. ઉલ્લેખનિય છે કે ઠાકોર સેનાનાં વડા અને રાધનપુરનાં ધારાસભ્ય અલપેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેમને પણ ધારાસભ્ય પદેથી દુર કરવા માટે વિધાનસભા સ્પીકરને રજુઆત કરી છે.

READ ALSO

Related posts

ચૂંટણી પડઘમ : મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ગુજરાતની ચાર બેઠકો પર આ તારીખે ચૂંટણી

Arohi

ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાયુ : ગુજરાતની સાતમાંથી ચાર બેઠક પર આ તારીખે મતદાન અને પરિણામ

Bansari

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!