GSTV
Home » News » જામિયાના વિદ્યાર્થીઓ સાથે જે રીતે વર્તન થયું તેના પર ભડકી સ્વરા ભાસ્કર, ટ્વિટ કરી કહ્યું, વિદ્યાર્થીઓ સાથે…..

જામિયાના વિદ્યાર્થીઓ સાથે જે રીતે વર્તન થયું તેના પર ભડકી સ્વરા ભાસ્કર, ટ્વિટ કરી કહ્યું, વિદ્યાર્થીઓ સાથે…..

નાગરિકતા સંશોધન કાનૂનનો આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે. દેશની સૌથી પ્રમુખ વિશ્વવિદ્યાલયોમાંથી એક જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ પણ આ કાનૂનનો ભારે વિરોધ કરી રહ્યા છે. જામિયામાં જે હિંસક ઘટના બની અને કેમ્પસમાં પોલીસની કાર્યવાહી પર હવે બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરનું રિએક્શન સામે આવ્યું છે.

લગભગ દરેક સમસામિયક મુદ્દા પર નિર્ભયતાથી પોતાની વાત એક્ટ્રેસ સ્વરા ભાસ્કર કહે છે અને તેણે આ વાત પર પણ ટ્વીક કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટના માધ્મયથી તેણે દિલ્લી પોલીસ પર નિશાનો સાધ્યો છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ટ્વિટર પર પોલીસ અને પ્રશાસન પર નિશાનો તાકતાં કહ્યું, હિંસાના ચોંકાવનારા મેસેજ.

વિદ્યાર્થીઓ સાથે અપરાધિયો જેવો વ્યવહાર કેમ કરવામાં આવે છે? હોસ્ટેલમાં આ પ્રકારના ગેસનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો છે? દિલ્લી પોલીસ આ શું ચાલી રહ્યું છે. આશ્ચર્યજનક અને શરમજનક છે. સ્વરા ભાસ્કરની આ ટ્વિટ પર લોકો કમેન્ટ કરી રહ્યા છે અને તેની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધ દરમિયાન જામિયા મિલિયાના 50 પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી છે. જોકે સોમવારે સવારે તેમને છોડી દીધા હતા. 35 વિદ્યાર્થીઓને કાલકાઝી પોલીસ સ્ટેશનથી અને 15 વિદ્યાર્થીઓને ન્યૂ ફ્રેન્ડ કોલોની પોલીસ સ્ટેશનથી છોડવામાં આવ્યા છે.

Read Also

Related posts

કૌભાંડો માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું

Nilesh Jethva

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!