GSTV
Gujarat Government Advertisement

મુસલમાનો પરના નિવેદનો પર ભડકી બોલિવુડ એક્ટ્રેસ, લખ્યું કંઈક એવું કે, TWEET થઈ ગયું વાયરલ

Swara Bhaskar

Last Updated on April 21, 2019 by Alap Ramani

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવા માટે દરેક નેતા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી પ્રચારમાં નેતાઓ મુસ્લિમ વિરોધી ખૂબ નિવેદનો આપી રહ્યા છે. ત્યારે નેતાઓના આ મુસ્લિમ વિરોધી નિવેદનોનો બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે જોરદાર વિરોધ કર્યો છે.

તેણે આવા નિવેદનોને લઈને ટ્વિટ કર્યુ છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. સ્વરા ભાસ્કરનાં આ ટ્વિટને અત્યાર સુધીમાં 3,600 વાર રીટ્વિટ કરાયુ છે, અને આ સીલસીલો હજી પણ યથાવત છે.. ઉલ્લેખનીય છેકે, સ્વરા ભાસ્કર રાજનીતિક અને સામાજીક મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય રાખવા માટે જાણીતી છે. ત્યારે હાલમાં પણ તેણે ચૂંટણી પ્રચારમાં મુસ્લિમોને ટાર્ગેટ કરવાને લઈને ખુલ્લો વિરોધ કર્યો છે.

સ્વરા ભાસ્કરે ટ્વિટમાં લખ્યુ છેકે, “હું ભારતના મુસલમાનો અને પછાત વર્ગનાં લોકોના અપમાનજનક અને કટ્ટરતાવાળા નિવેદનો માટે માફી માંગુ છું. કેમકે આ ઈલેક્શન સિઝનમાં તેમણે ફરીથી પોતાના માટે આવા નિવેદનો સાંભળવા પડે છે. આ તમારો દેશ છે, માટે તમે ચુપ ન રહો અને આવા નિવેદનોનો વિરોધ કરો.” બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે આ ચૂંટણી પ્રચારમાં મુસલમાનો અને દલિતોને લઈને અપાયેલા નિવેદનો પર વાંધો ઉઠાવ્યો છે. ત્યારે તેનું આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યુ છે.

સ્વરા ભાસ્કર પહેલા પણ આવા મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય આપી ચૂકી છે. થોડા દિવસો પહેલાં ગુરૂગ્રામમાં મુસલમાન પરિવાર પર થયેલાં હુમલા અંગે તેણે ટ્વિટ કર્યુ હતુ. એટલું જ નહી સ્વરા ભાસ્કર આ ઈલેક્શન સિઝનમાં બિહારનાં બેસુગરાયથી ઉભેલા કન્હૈયા કુમાર માટે પણ પ્રચાર કરી ચૂકી છે. તેણે ચૂંટણી પ્રચારમાં લોકોને કન્હૈયા કુમાર માટે મતદાન કરવાની અપીલ કરી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!