અભિનેતા રણવીર શૌરીને તાજેતરમાં જાણ થઈ છે કે અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેને માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર બ્લોક કરી દીધો છે. જોકે, રણવીરને આવું શા માટે અને ક્યારે બન્યું છે તેની કોઈ જાણ નથી. કોઈ ટ્વિટમાં રણવીર અનેે સ્વરા બંનેને ટેગ કરવામાં આવ્યાં હતાં. તેનું ફોલોઅપ કરતાં રણવીરને ખ્યાલ આવ્યો કે સ્વરા ભાસ્કરે તેને બ્લોક કર્યો છે. રણવીરે પોતાને બ્લોક કરાયો હોવાના સ્ક્રિન શોટ સાથે એક રડતા બાળકનો ફોટો મૂક્યો છે.

શુક્રવારની સાંજ સુધીમાં રણવીરની આ પોસ્ટ પર ૩૦ હજારથી વધુ લાઈક્સ થઈ હતી. લોકો તેના પર જાતભાતની કોમેન્ટ પણ કરી રહ્યા છે. જોકે, મોડી સાંજ સુધી સ્વરા ભાસ્કરે પોતે આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. રણવીરે કેટલાક યૂઝર્સને જવાબમાં ખુલાસો કર્યો હતો કે પોતે ક્યારેય સ્વરા ભાસ્કરને સંબોધીને કે તેના માટે કોઈ ટ્વીટ કર્યું નથી. તેમ છતાં પણ સ્વરાએ તેને ક્યારે કયાં કારણોસર ટ્વિટ કર્યો છે તેની પોતાને કોઈ માહિતી નથી.
Just found out pic.twitter.com/5Nyi2GCDP8
— Ranvir Shorey (@RanvirShorey) June 23, 2022
રણવીર અને સ્વરા એક શોર્ટ ફિલ્મ સહિત કેટલાંક પ્રોજેક્ટમાં સાથે કામ કરી ચૂક્યાં છે. જોકે, વિચારધારાની રીતે બંને અલગ અલગ છાવણીમાં છે. સ્વરા ભાસ્કર લેફ્ટ લિબરલ ગ્રુપમાં મનાય છે જ્યારે રણવીર ઘણીવાર રાઈટ વિંગ તરફી ટ્વિટ કરતો હોય છે.
READ ALSO
- 11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
- ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ
- મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો
- અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ
- જેને અડવાણીએ એક સમયે મોદી કરતા બહેતર ગણાવ્યા હતા એ શિવરાજસિંહને સંસદીય બોર્ડમાંથી હટાવાયા