GSTV

દેશને એક નવા પ્રધાનમંત્રીની જરૂર: દેશની હાલની પરિસ્થીતી જોતા આ અભિનેત્રીએ મોદી પર ગુસ્સો ઠાલવ્યો

Last Updated on May 8, 2021 by Pravin Makwana

હાલ દેશમાં કોરોનાનો કાળો વર્તાઈ રહ્યો છે, ત્યારે આવા સમયે દેશમાં ઓક્સિજનની કમીથી લઈને દવાઓની અછત અને હોસ્પિટલોમાં બેડ માટે તરફરડિયા મારતા દર્દીઓની હાલત જોઈને સ્વરા ભાસ્કર મોદી સરકાર પર બગડી હતી. તેમણે કહ્યુ હતુ કે, દેશને હવે નવા પ્રધાનમંત્રીની જરૂર છે.

હકીકતમાં જોઈએ તો, શેખર ગુપ્તાએ હાલમાં એક ટ્વીટ કર્યુ હતું, જેમાં તેમણે લખ્યુ હતું કે, પ્રધાનમંત્રી મોદીને એક નવી ટીમની જરૂર છે, જો પીએમઓ ઈચ્છતુ હોય કે, દેશ ચાલતો રહે અને આગળ વધતો રહે.

જેના પર જવાબ આપતા સ્વરા ભાસ્કરે લખ્યુ હતું કે, ભારતને એક નવા પ્રધાનમંત્રીની જરૂર છે. જો ભારતીયો ઈચ્છતા હોય કે, તેમના ઘરના લોકો શ્વાસ માટે હાંફતા જોવા માગતા ન હોય તો…

સ્વરા ભાસ્કરનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર અને ટ્વિટર પર #SwaraBhaskar ટ્રેંડ કરી રહ્યુ હતું. કેટલાય લોકો છે, જેણે સ્વરા ભાસ્કરના આ ટ્વિટનું સમર્થન કર્યુ હતું, જ્યારે અમુક લોકોએ ખુદ સ્વરાને જ ટ્રોલ કરવાનું શરૂ કર્યુ હતું.

દેશમાં કોરોનાનો કાળો કહેર

ભારતમાં કોરોના વાઇરસના દૈનિક કેસો હવે ચાર લાખથી વધુ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪.૧૪ લાખ કેસો નોંધાયા છે. જ્યારે આ મહિનામાં ત્રીજી વખત દૈનિક કેસ ચાર લાખથી વધુ નોંધાયા છે. બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે ૩૬ લાખને પાર પહોંચી ગઇ છે જે કુલ કેસોના ૧૬.૯૬ ટકા છે. જ્યારે ૨૪ કલાકમાં વધુ 4200 લોકોના મોત નિપજ્યા છે અને કુલ મૃત્યુઆંક વધીને હવે ૨.૩૪ લાખને પાર પહોંચી ગયો છે.

બીજી તરફ કોરોનાના કુલ કેસો હવે ૨.૧૫ કરોડની નજીક પહોંચી ગયા છે. જે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં માત્ર ૨૦ લાખ હતા અને હવે સીધા બે કરોડથી પણ વધુ થઇ ગયા છે. જે ૨.૩૪ લાખ લોકો મોતને ભેટયા છે તેમાં ૭૩ હજારથી વધુ માત્ર મહારાષ્ટ્રના છે જ્યારે ૧૮ હજાર સાથે દિલ્હી બીજા અને ૧૭ હજાર મોત સાથે કર્ણાટક ત્રીજા ક્રમે છે. હાલ ૨૪ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ૧૫ ટકાથી વધુ છે. ૧૨ રાજ્યો એવા છે કે જ્યાં એક્ટિવ કેસો હાલ એક લાખથી વધુ છે.

READ ALSO

Related posts

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!