રાજકોટમાં સ્વાઈન ફ્લૂનો કહેર છે હજુ પણ યથાવત, કુલ આંક પહોંચ્યો….

તો રાજકોટ શહેર અને જિલ્લો પણ સ્વાઇન ફલૂના ભરડામાં આવી ગયો છે. રાજકોટમાં સ્વાઇન ફલૂને કેર યથાવત્ રહ્યો છે. વધુ 5 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેની સાથે અત્યારસુધીમાં સ્વાઇનના કુલ 44 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં રાજકોટ શહેરના 13, રાજકોટ જિલ્લાના 10 તેમજ અન્ય જિલ્લાના 21 દર્દીઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. જેઓ રાજકોટ સારવાર માટે આવ્યા છે. તો રાજકોટમાં સ્વાઇન ફલૂના કારણે મૃત્યુઆંક 3 થયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter