GSTV

દીદીને મળ્યા બાદ સુબ્રમણ્યમ સ્વામી વિફર્યા/ દરેક મોર્ચા પર ફેલ ગઈ છે મોદી સરકાર, આખી મોદી સરકાર બેવકૂફ લોકોથી ભરેલી

Last Updated on November 25, 2021 by Pravin Makwana

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે ગુરૂવારે ફરી એક વાર કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પોતાની જ સરકારને સવાલ પૂછતા સ્વામીએ કહ્યુ કે, આ સત્તાના લગભગ દરેક પાસામાં નિષ્ફળ રહ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીનું આ નિવેદન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કર્યા બાદ બરાબર એક દિવસ પછી આવ્યું છે.

બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે, મોદી સરકાર ઈકોનોમી, સીમા સુરક્ષા, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા જેવા મુદ્દા પર નિષ્ફળ રહી છે. તેમણે અફઘાનિસ્તાન સંકટથી નિપટવા માટે કેન્દ્ર સરકારના વલણને નિષ્ફળતા ગણાવી. એટલું જ નહીં પણ પેગાસસ ડેટા સુરક્ષા ઉલ્લંઘન માટે પણ કેન્દ્ર સરકારને દોષિત ઠેરવી. આંતરિક સુરક્ષાના મુદ્દા પર તેમણે કહ્યુ કે, હાલની સરકારે કાશ્મીરમાં ઉદાસની સ્થિતી લાવીને મુકી દીધી છે. તેમણે પૂછ્યુ હતું કે, આ નિષ્ફળતાઓ કોની જવાબદારી છે.

ગઈ કાલે જ મમતાને મળ્યા છે સુબ્રમણ્યમ સ્વામી

આ અગાઉ સુબ્રમણ્યમ સ્વામીએ બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી અને તેમના ખૂબ વખાણ કર્યા હતા. તેમની સરખામણી જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી, ચંદ્રશેખર અને પીવી નરસિમ્હા રાવ જેવા રાજકીય દિગ્ગજો સાથે કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, આ લોકોની કથની અને કરનીમાં કોઈ ફરક નથી. ભારતીય રાજનીતિમાં આ એક દુર્લભ ગુણ છે.

સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર મોદી સરકારની સતત ટીકા કરી રહ્યા છે. તેમણે 23 નવેમ્બરના રોજ ટ્વિટ કર્યું હતું. જો ચીન આપણા પરમાણુ હથિયારોથી ડરતુ નથી, તો આપણે તેમના પરમાણુ હથિયારોથી શા માટે ડરવું જોઈએ. તેના એક દિવસ પહેલા તેમણે મૂલ્ય વૃદ્ધિ પર એક ટ્વિટર યુઝર્સની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યુ કે, તે અર્થશાસ્ત્ર નથી જાણતા.

બેવકૂફ લોકોથી ભરેલી છે મોદી સરકાર- સ્વામી

તે દિવસે (સોમવારે) તેમણે ટ્વિટ કરતા કહ્યું કે, મોદી સરકાર બેવકૂફ લોકોથી ભરેલી છે. ભારતનું MEA અને NSAમાં ખરાબ દાવ છે, સુઈ રહ્યા છે. જ્યારે ચીન આપણા વિસ્તાર પર કબ્જો કરી રહ્યો છે. ભારત માતાને નીચે બતાવવા માટે આ લોકો પાવડાને પાવડો કહેતા નથી. ચીન હુમલાખોર છે. મોદી સરકાર એવા બેવકૂફ લોકોથી ભરેલી છે, જે આમને સામનેની 18 મુલાકાત બાદ પણ શીનું અનુમાન લગાવી શક્યા નહીં.

એવું માનવામાં આવે છે કે, સુબ્રમણ્યમ સ્વામી પહેલા પણ ભાજપ પર હુમલા કરતા રહ્યા છે. પણ હવે મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ તેઓ ખુલીને સામે આવી રહ્યા છે. એનડીએ સરકાર પાર્ટ ટૂમાં પણ કોઈ મોટી ભૂમિકા નહીં મળતા સ્વામી નાખુશ થયા છે. આ જ કારણ માનવામાં આવે છે કે, તેઓ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

Google Year in Search 2021 / કોવિડ-19, નીરજ ચોપરા, આર્યન ખાન અને ફિલ્મ જય ભીમ સૌથી વધુ સર્ચ, જુઓ આખી લિસ્ટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!