GSTV

દિગ્વિજયસિંહ નહીં જીતે તો સમાધિ લેશે આ સંત, 5 ક્વિંટલ મરચાનો કરશે હવન

Last Updated on April 30, 2019 by Mansi Patel

ભોપાલ લોકસભા સીટથી કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસબા સાંસદ દિગ્વિજયસિંહ ચૂંટણી મેદાનમાં છે, તેમની સામે હિંન્દુત્વનો નવો ચહેરો પ્રજ્ઞા ઠાકુર છે. ભોપાલ લોકસભા સીટના મતદાન માટે જેમ-જેમ તારીખ નજીક આવી રહી છે, તેમતેમ ઉમેદવારોનાં સમર્થનમાં નવા નવા દાવા થઈ રહ્યા છે. એવો જ દાવો. પંચાયતી શ્રીનિરંજની અખાડા મહામંડલેશ્વર શ્રી વૈરાગ્યનંદ ગિરી મહારાજે ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યુ હતુકે, આપણે અહીયા સનાતન ધર્મને વહેચાઈ રહ્યો છે, ધર્મની ઉપર ઘણા લોકો રાજકારણ કરે છે. તો હુ કહેવા માગું છુકે, હિંદુત્વની ઉપર રાજકારણ નહી થાય અને સનાતન ધર્મની ઉપર રાજકારણ નહી થાય. દિગ્વિજયસિંહની સાથે ભારતના સંત છે.

દિગ્વિજયસિંહની જીતને લઈને વૈરાગ્યનંદે પ્રણ લેતા કહ્યુ હતુકે, પાંચ તારીખે મા કામાખ્યાનો પાંચ ક્વિન્ટલ મરચાનો પ્રચંડ યજ્ઞ થવા જઈ રહ્યો છે. હું દાવો કરુ છુકે, તેના કારણે દિગ્વિજયસિંહને જીત મળશે. અને જો કોઈ કારણવશ જીત ન મળી તો, હું મહામંડલેશ્વર એ જ જગ્યા પર જીવતા સમાધિ લઈશ એ મારું પ્રણ છે.

Related posts

Kriti Sanon Birthday/ કૃતિ સેનન પાસે છે કરોડોની સંપત્તિ, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

Damini Patel

પેટની ભૂખ: અચાનક રસ્તાઓ પર ઉતરી આવ્યું અસંખ્ય વાંદરાઓનું ટોળું, ચાર મીનિટ માટે લગાવ્યો ટ્રાફિક જામ

Pravin Makwana

ખાસ વાંચો/ Facebook કે LinkedIn પરથી ક્યાંક તમારો ડેટા પણ લીક નથી થયો ને! આ ટ્રિકથી જાણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!