GSTV
India News ટોપ સ્ટોરી

ભાજપને મોટો ઝાટકો/ અખિલેશની હાજરીમાં ભાજપના 6 ધારાસભ્યો સાથે સ્વામી પ્રસાદ મૌર્ય સપામાં જોડાયા

સ્વામી

ભાજપની યોગી સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય આજે અપેક્ષા પ્રમાણે જ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આજે અખિલેશ યાદવની હાજરીમાં સ્વામી પ્રસાદ મૌર્ય, ધર્મ સિંહ સૈની સહિતના ભાજપના 6 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા.સમાજવાદી પાર્ટીના લખનૌના કાર્યાલય ખાતે તેઓ ધારાસભ્યો સાથે પહોંચ્યા હતા.

ભાજપને સ્વામીના રાજીનામાથી ચૂંટણી પહેલા ઝાટકો લાગ્યો છે.સ્વામીએ દાવો કર્યો છે કે, યોગી સરકારના બીજા મંત્રીઓ તેમજ ધારાસભ્યો પણ ભાજપ છોડવાની તૈયારીમાં છે.સ્વામી પ્રસાદ સાથે ભાજપ છોડનારા એક ધારાસભ્યે તો ગઈકાલે એવો દાવો કર્યો હતો કે, ભાજપના 100 જેટલા ધારાસભ્યો પાર્ટી છોડવા માટે રાહ જોઈ રહ્યા છે.

bjp

જોકે સ્વામીની પુત્રી સંઘમિત્રા ગૌતમ ભાજપની સાંસદ છે અને સ્વામીએ કહ્યુ હતુ કે, તે ભાજપમાં સાસંદ તરીકે ચાલુ રહેશે.આમ તે ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની નથી.

GSTV

Read Also

Related posts

કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું

Hardik Hingu

નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં

Hardik Hingu

બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ

Zainul Ansari
GSTV