યોગી આદિત્યનાથની કેબિનેટમાંથી રાજીનામુ આપીને ભાજપ સાથે છેડો ફાડનારા મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય આકરા પાણીએ છે. ભાજપ પર તેમણે પ્રહારો કરતા આરએસએસને નાગ અ્ને ભાજપની સરખામણી સાપ સાથે કરી છે અને પોતાને નોળિયા ગણાવ્યા છે.

તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે, નાગ રુપી આરએસએસ અને સાપ રુપી ભાજપનો હું નોળિયો બનીને ભાજપમાંથી ખાત્મો કરીને જ રહીશ.
ભાજપમાંથી રાજીનામા આપવાની જાણે હરિફાઈ ચાલી રહી છે ત્યારે જ સ્વામી પ્રસાદ મૌર્યે ભાજપ સામે આકરા તેવર દેખાડયા છે.મૌર્ય સામે બુધવારે સાત વર્ષ જુના મામલામાં એક વોરંટ પણ જાહેર થયુ છે.જેના પર સ્વામી પ્રસાદે કહ્યુ હતુ કે, વોરંટ આવવા દો .જે પણ પ્રક્રિયા હશે તેનુ હું પાલન કરીશ.
આવતીકાલે, 14 જાન્યુઆરીએ મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.તેઓ કહી ચુકયા છે કે, મારો અંતિમ ધડાકો ભાજપના તાબૂતમાં ખીલી ઠોકવા બરાબર હશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન