GSTV
Home » News » આ સ્વામીએ પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલની ફરિયાદ નોંધાવતા ખળભળાટ

આ સ્વામીએ પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલની ફરિયાદ નોંધાવતા ખળભળાટ

જૂનાગઢના માંગરોળમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સામાન્ય રીતે કહેવાતા સ્વામીઓ મહિલાઓનું શારીરિક શોષણ કરતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે જૂનાગઢના માંગરોળમાં સ્વામી ગોપાલચરણ સ્વામીએ બ્લેકમેઈલની ફરિયાદ નોંધાતા હડકંપ મચી ગયો છે. જેને પગલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જયારે મહિલાની શોધખોળ તેજ કરી છે.

ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજીએ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદની હનીબની હોટલમાં ફોસલાવી યુવતી સાથે વિડીયો ક્લિપ ઉતારી સ્વામીને બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા હતા. સ્વામી અને યુવતીની અંગત પળોની વિડીયો ક્લિપ બનાવી ૫૦ લાખની માંગણી અમદાવાદના સોનલ વાઘેલા, નિકુંજ પટેલ અને ચેતન નામના શખ્સો દ્વારા કરવામાં આવી રહી હતી

મહિલાની શોધખોળ ચાલુ

નાણાં નહિ આપે તો ક્લિપ વાઇરલ કરી બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી સ્વામીને આપવામાં આવી રહી હતી. જેને પગલે માંગરોળ પોલીસે મહિલા સહિત ત્રણેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં બે આરોપીઓ ઝડપાયા છે. જયારે મહિલાની શોધખોળ ચાલુ છે.

READ ALSO

Related posts

વાપીના ઉદ્યોગપતિનું અપહરણ કરી 50 લાખની ખંડણી લેનાર 6 આરોપીઓની ધરપકડ

Mayur

પાકનાં આ પૂર્વ ખેલાડી છે નારાજ, દોષીઓ વિરુદ્ધ સખ્ત કાયદો બનાવે સરકાર

pratik shah

મા ઉમિયાનું 431 ફૂટની ઊંચાઈ સાથે વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનશે, આટલા હજાર કરોડનો થશે ખર્ચ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!