GSTV
Gujarat Government Advertisement

ભગવાન કૃષ્ણ શું ભગવાન હતા ? સ્વામીજીની વિવાદાસ્પદ વાણી

Last Updated on September 9, 2019 by Mayur

ભગવાન કૃષ્ણ ભગવાન હતા તેવો સવાલ સર્જીને સુરતના વેડ રોડ પરના સ્વામીનારાયણ મંદિરના સ્વામી ધર્મનંદે વિવાદ સર્જયો. આ વિવાદથી આહિર સમાજમાં રોષની લાગણી પ્રવર્તતા આહિર સમાજના યુવકોએ મંદિરે પહોંચીને હોબાળો કર્યો હતો

ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન હતા તેવો વિવાદીત સવાલ કરીને સુરતના વેડ રોડ પરના સ્વામીનારાયણ મંદિરના સ્વામી ધર્મનંદને વિવાદ સર્જી દીધો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આહિર સમાજના ક્રાંતિ સંગઠનના યુવકો સ્વામીનારાયણ મંદિર પહોંચીને હોબાળો કરવા લાગ્યા હતા. ત્યારે ત્યાં હાજર હરિભક્તોએ આહિર સમાજના યુવકોનો ગુસ્સો શાંત પાડવાની કોશિષ કરી હતી. જેમાં હરિભક્તોએ સ્વામીનો વીડિયો એડિટ કરીને કોઇએ ટીખળ કરી હોવાનો લુલો બચાવ કર્યો હતો.

જો કે આમ છતા આહિર સમાજના યુવકોનો રોષ શાંત થયો ન હતો. જેથી સ્વામી ધર્મનંદને સોશિયલ મીડિયા મારફતે પોતાના કહેવાનો અર્થ સમજાવાની કોશિષ કરીને અંતે માફી માંગી હતી. સ્વામીનારાયણ સંપ્રદાયના ધર્મનંદન સ્વામીએ ભગવાન કૃષ્ણ પર કરેલી ટીપ્પણીથી આહિર સમાજ અને કૃષ્ણ ભક્તોમાં રોષ છે ત્યારે સ્વામીએ માફી માંગીને વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાની કોશિષ કરી છે. પરંતુ એકવાત ચોક્કસ છે કે કોઇ વિવાદીત ટિપ્પણી કરીને બાદમાં માફી માંગી લેવાનો હાલમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે જનમાનસમાં વૈમન્સય સર્જનારો બની શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ટિપ્સ / શું ગર્લફ્રેન્ડ સાથેની પહેલી ડેટ પર યુવકને જ બિલ ચુકવવું જોઇઅ? જાણો એક્સપર્ટની ખાસ સલાહ

Zainul Ansari

DRDO ભરતી 2021: અપરેંટિસના પદો પર અરજીની પ્રક્રિયા શરૂ, એક ક્લિકે જાણો તમામ ડિટેલ્સ

Bansari

વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારી, ધો. 10 અને 12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!