ભાવનગરમાં દિનપ્રતિદિન સ્વાઈન ફ્લુના કેસમાં વધારો પાંચ દિવસમાં જ…

ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં દિનપ્રતિદિન સ્વાઈન ફ્લુના કેસોમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં પાંચ દર્દીઓના મોત નીપજ્યા છે. જ્યારે ૨૦ પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૧૧ સ્વાઈન ફ્લુના શંકાસ્પદ કેસોની પણ સારવાર કરવામાં આવી રહી છે. સર.ટી.હોસ્પીટલમાં ૧૮ સપ્ટેમ્બર-૨૦૧૮ ના રોજ સીઝનનો પ્રથમ સ્વાઈન ફ્લુનો પોઝીટીવ કેસ નોંધાયો હતો.

ત્યારબાદ આજદિન સુધીમાં કુલ ૧૩૨ પોઝીટીવ કેસો નોંધાયા છે. જે પૈકી ૮૬ દર્દીઓને સારવાર બાદ સ્વસ્થ થઇ જતા રજા આપી દેવામાં આવી છે. જ્યારે કુલ ૩૧ લોકોના સ્વાઈન ફ્લુથી મોત નીપજ્યા છે. સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે ખાસ ૭૦ બેડના અત્યાધુનિક સાધનોની સજ્જ આઈસોલેશન વોર્ડમાં સારવાર કરવામાં આવી રહી છે.

જેમાં ક્રીટીકલ દર્દીઓ માટે આઈસીયુની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ પેરામેડીકલ સ્ટાફને રાઉન્ડ ધ કલોક ડ્યુટીમાં લગાવી દેવામાં આવ્યો છે. શંકાસ્પદ સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે અલગથી વોર્ડ રાખી સારવાર કરવામાં આવી રહી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter