GSTV
Gujarat Government Advertisement

હવે Google Mapનો ઉપયોગ થશે બંધ, જલ્દી આવશે આ સ્વદેશી નેવિગેશન એપ

MapmyIndia

Last Updated on February 13, 2021 by Ankita Trada

મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આત્મનિર્ભર અભિયાન અને મેક ઈન ઈંડિયા અભિયાનના પોઝિટિવ પરિણામ હવે સામે જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી ભારતીય ટેકનીક બજારમાં ઘણી વિદેશી એપ એકછત્ર રાજ કરતા રહ્યા છે, પરંતુ હવે તેમને પણ જલ્દી જ પડકાર મળવાનો છે. ટ્વિટરે જ્યાં સ્વદેશી મેસેજિંગ સર્વિસ Koo App ટક્કર આપી રહ્યુ છે અને દેશમાં તેજીથી તેના ડાઉનલોડની સંખ્યા પણ વધી રહી છે, તો બીજી તરફ ગૂગલ મેપને પણ સંભવતઃ જલ્દી જ ભારતીય બજારમાં મોટી ટક્કરનો સામનો કરવો પડશે. કારણ કે, ભારતને હવે જલ્દી જ ખુદની નેવિગેશન એપ મળવાની છે. આ એપ થકી મેપિંગ પોર્ટલ અને વાસ્તવિક લોકેશન ડેટા સર્વિસ ઉપલબ્ધ હશે. અત્યારે હાલમાં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ડિજિટલ મેપિંગ અને સ્થાન-આધારિત ડીપ-ટેક કંપની મેપ માઈ ઈંડિયાએ શુક્રવારે પૂર્ણ રીતથી સ્વદેશી, મેપિંગ પોર્ટલ અને ભૂ-સ્થાનિક સેવાઓની જાહેરાત માટે એક નવી પહેલની જાહેરાત કરી છે.

ઘણી વિદેશી એપને ભારતીય એપ પાસેથી મળી રહ્યા છે પડકાર

વર્તમાન સમયમાં ઘણી ચર્ચિત વિદેશી એપને ભારતમાં નિર્મિત App થી પડકાર મળી રહ્યા છે. મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આત્મનિર્ભર ભારત અભિયાન અને મેક ઈન ઈંડિયા અભિયાન હેઠળ ઘણી સ્વદેશી એપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. Twitter ની જગ્યા પર Koo, Whatsapp ની જગ્યા પર Sandes એપ બાદ હવે ગૂગલ મેપનો પણ વિકલ્પ આવવાનો છે.

સ્વદેશી સર્વિસની મદદ લેવામાં આવશે

ISROએ જાણકારી આપી છે કે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસે MapmyIndia ની સાથે કરાક કર્યો છે. જેમાં NavIC, Bhuvan જેવી સ્વદેશી સર્વિસની મદદ લેવામાં આવશે. ઈંડિયાન રીઝનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS)ને NavIC (Navigation with Indian Constellation) કહેવામાં આવે છે. આ ભારતમાં નિર્મિત એક સ્વદેશી નેવિગેશન સિસ્ટમ છે. જેને ઈસરોએ જ તૈયાર કર્યો છે. સાથે જ Bhuvan એક કેન્દ્રીય જિયો-પોર્ટલ છે, જેને ISRO એ વિકસિત કરી છે અને હોસ્ટ પણ કરી રહ્યું છે.

ભૂ-સ્થાનિક તકનીકીઓને સશક્ત બનાવશે

તો આ સંબંધમાં Map My India કંપનીએ કહ્યું છે કે, તેના નક્શા અને API (એપ્લિકેશન પ્રગ્રામિંગ ઈન્ટરફેસ) ઈસરોએ જિઓપોર્ટલ્સને વિકસિત કરશે અને આ ભારતીય વૈજ્ઞાનિકો, શિક્ષાવિદો, સંશોધનકર્તા અને સરકારી સંગઠનોને ભારતના સેટલાઈટ ઈમેજરી, પૃથ્વી અવલોકન ડેટા અને ડિજિટલ મેપ ડેટા અને ઉન્નત ભૂ-સ્થાનિક તકનીકીઓને સશક્ત બનાવશે.

google

સ્વદેશી નેવિગેશન એપથી મળશે આ સુવિધાઓ

  • રિયલ સેટલાઈટ ઈમેજ ઈસરો ઉપલબ્ધ કરાવશે.
  • સ્વદેશી નેવિગેશન એપ ફ્રી ઉપલબ્ધ હશે.
  • સ્વેદશી નેવિગેશન એપમાં કોઈ જાહેરાત દર્શાવવામાં આવશે નહી.
  • સ્વદેશી નેવિગેશન એપનું ઈન્ટરફેસ ગૂગલ મેપની સમાન હશે.
  • ભારત સરકારની ગાઈડલાઈનના આધાર પર બોર્ડર વિસ્તારોને બતાવવામાં આવશે.
  • સ્વદેશી એપમાં ભારતની એકતા અને અખંડતાનું પૂરતુ ધ્યાન રાખવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!