GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

સ્વચ્છતા સર્વેક્ષણમાં નવસારી નગરપાલિકા પ્રથમ સ્થાન ટકાવી રાખવામાં નિષ્ફળ

સ્વચ્છતા સર્વેક્ષણમાં નવસારી નગરપાલિકાએ ગત વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. પરંતુ પાલિકાના શાસકો સ્વચ્છતામા મેળવેલી સફળતાને આ વર્ષે ટકાવી રાખવામાં નિષ્ફળ રહ્યાં છે. જેમાં પણ શહેરીજનો માટે 2 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદવાના ડસ્ટબીનના ટેંડરની ફાળવણીમાં પાલિકા ગડબડ કરી રહી હોવાની ચર્ચાઓ વચ્ચે વિપક્ષ પણ પાલિકા પાસે ખુલાસો માંગી રહ્યો છે.

નવસારી નગર પાલિકા ગત વર્ષે સમગ્ર ભારતમાં 2 લાખથી ઓછી વસ્તી ધરાવતી પાલિકાઓમા અવ્વલ રહી હતી  જેથી પાલિકાને કેંદ્ર સરકાર દ્વારા પ્રોત્સાહિત કરી એવોર્ડ પણ આપવામા આવ્યો હતો. જોકે દેશમાં અવ્વલ રહેલી પાલિકાના શાસકો આ સફળતાને પચાવી ન શકતા સ્વચ્છ નવસારીનું બિરૂદ આજે ધુંધળુ થયુ છે. કારણ શહેરના ઘણા વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે. શહેર ભાજપ મહામંત્રીના ઘર નજીક પણ ગંદકીની નિયમીત સફાઇ થતી નથી. ત્યારે વિપક્ષે પાલિકાને ગત વર્ષે મળેલો એવોર્ડ પણ ચીઠ્ઠી ઉછાળીને મળ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

નવસારીને સ્વચ્છ બનવવા માટે શહેરમાંથી સુકો અને ભીનો કચરો અલગ ઉઘરાવવા શહેરીજનોને બે અલગ અલગ ડસ્ટબીન આપવાનુ આયોજન નવસારી નગર પાલિકાએ કર્યુ હતુ. જેના માટે ગત જુલાઇ 2017 ની સામાન્ય સભામા 1.98 કરોડ રૂપિયાના ખર્ચે પાલિકાએ ડસ્ટબીન ખરીદવાના કામને મંજૂરી પણ આપી દીધી હતી. પરંતુ ત્યાર બાદ બહાર પાડવામા આવેલા બે ઇ-ટેંડરો કોઇક કારણ સર રદ્દ થયા હતા.

જ્યારે ત્રીજા ટેંડરમાં 11 કંપનીઓએ ટેંડર ભર્યુ હતુ, જેમાંથી અમદાવાદની કંપની ઉપર પાલિકાએ ટેંડર ખોલ્યા પૂર્વે જ પસંદગી ઉતારી હોવાની ચર્ચા પાલિકા પરિસરમાં ઉઠી છે. જેને લઇને પાલિકાના વિપક્ષી સભ્યએ પણ પાલિકાના શાસકો પાસેથી સાચુ શું ? એનો ખુલાસો માંગ્યો છે.

સામે પક્ષે નવસારી નગર પાલિકા ગુજરાત વિધાનસભાની ચુંટણીના કારણે લાગેલી આચાર સંહિતાને પગલે અને લોકોને ભીનો અને સુકો કચરો અલગ કરવા માટે ડસ્ટબીન પણ વિતરીત ન કરી શકી હોવાના કારણે પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિકા પાછળ પડી હોવાનુ જણાવી રહી છે. ઉલ્લેખનિય છે કે પાલિકાએ શહેરના

બંદર રોડ ઉપર ડમ્પીંગ સાઇટ પાસે શરૂ કરાવેલી સેગ્રીકેશન સાઇટ પણ બંધ પડી છે. જોકે દેશમા અવ્વલ આવ્યા બાદ નવસારી નગર પાલિકા નંબર ટકાવી રાખવામા પણ નિષ્ફળ રહેવા છતા ફરીથી સ્વચ્છતા સર્વેક્ષણમા કાઠુ કાઢવાના સપના જોઇ રહી છે.

Related posts

છોડી દો નોકરી જવાનું ટેન્શન! લોકડાઉનમાં આ બિઝનેસમાં દર મહિને થશે 1.5 લાખની કમાણી

Mansi Patel

માદા હાથીના મોત પર રાહુલ ગાંધીની ચુપ્પી, મેનકાએ કહ્યું- ‘એને કંઈ ખબર તો પડતી નથી’

Arohi

Atlas Cycle એક સમયે વર્ષ 40 લાખ સાયકલ બનાવતી હતી, બંધ થઈ દેશની સૌથી મોટી સાયકલ ઉત્પાદક કંપની

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!