GSTV
Home » News » કુઝનેત્સોવાએ તેના કરતાં 11 વર્ષ યુવા ખેલાડી બાર્ટીને હરાવીને અપસેટ સર્જ્યો

કુઝનેત્સોવાએ તેના કરતાં 11 વર્ષ યુવા ખેલાડી બાર્ટીને હરાવીને અપસેટ સર્જ્યો

રશિયાની ૩૪ વર્ષીય ટેનિસ સ્ટાર કુઝનેત્સોવાએ તેના કરતાં ૧૧ વર્ષ યુવા એવી વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર ઓસ્ટ્રેલિયાની એશ્લી બાર્ટીને સીધા સેટોમાં ૬-૨, ૬-૪થી હરાવીને સિનસિનાટી માસ્ટર્સ વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

હવે તેનો મુકાબલો અમેરિકાની ભૂતપૂર્વ યુએસ ઓપન ફાઈનલીસ્ટ એવી મેડિસન કીઝ સામે થશે. મેડિસન કીઝે અમેરિકાની યુવા ખેલાડી સોફિયા કેનિનને સીધા સેટોમાં ૭-૫, ૬-૪થી પરાસ્ત કરી હતી.

કુઝનેત્સોવાએ ૨૩ વર્ષીય બાર્ટી સામે મેળવેલા વિજયની સાથે રેકોર્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. આ સાથે તેણે ચાલુ સપ્તાહે ટોપ-૧૦માં સ્થાન ધરાવતી ત્રીજી ખેલાડીને હરાવી હતી. આ ઉપરાંત તેણે વર્ષ ૨૦૧૭ બાદ કારકિર્દીની ત્રીજી મેજર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

Read Also

Related posts

સેક્સ માણવાથી થઇ ગયો ડેન્ગ્યુ, રિપોર્ટમાં આ જોઇને ડોક્ટર્સ પણ રહી ગયાં દંગ

Bansari

મોબાઈલ ધારકો માટે આવ્યા અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર, કંપનીઓ હવે તેજીનો લાભ લેવાના મૂડમાં

Bansari

બેંકોમાં હવે પાનકાર્ડને બદલે આધારકાર્ડ પણ ચાલશે, સરકારે જુઓ બદલી દીધા આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!