GSTV

વિટારા બ્રેઝા, ઓલ્ટો અને વેગનઆરને નવા અવતારમાં લોન્ચ કરશે સુઝુકી મોટર્સ, જાણો ડીટેલ

સુઝુકી મોટર્સ (Suzuki Motor)તેના 3 પ્રખ્યાત મોડલોના ન્યૂ જનરેશનના મોડેલને રજૂ કરવાની તૈયારી કરી રહી છે. તેમાં કંપનીની 3 લોકપ્રિય કાર સુઝુકી વિટારા બ્રેઝા, સુઝુકી અલ્ટો અને સુઝુકી વેગનઆર હેચબેક શામેલ છે. આ સમાચાર અગાઉ સામે આવ્યા છે, પરંતુ હવે આ કારોના વૈશ્વિક લોન્ચિંગની ટાઈમ લાઈન પણ બહાર આવી છે.

જાન્યુઆરી 2021 માં નવી વિટારા આવી રહી છે

કંપની જાન્યુઆરી 2021 માં તેની લોકપ્રિય કાર વિટારા બ્રેઝાની નવો અવતાર લોન્ચ કરી શકે છે. નવા વિટારામાં કંપની ગ્લોબલ સી પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. આ પ્લેટફોર્મ વિટારાના ભારતીય સંસ્કરણમાં બનાવવામાં આવ્યું છે. જાપાનમાં આ કારને 1.4 લિટર ઇનલાઇન 4 બૂસ્ટરજેટ પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવશે. આ એન્જિન 130hp પાવર અને 253Nm ટોર્ક જનરેટ કરશે. આ કારનું આ 5મું જનરેશન મોડેલ હશે.

અલ્ટોનું 9મું જનરેશન મોડેલ

નવું અલ્ટો મોડેલ તેનું 9મું જનરેશનનું મોડેલ હશે. આ કંપનીની ભારતમાં સૌથી જૂની કાર છે. કંપની ડિસેમ્બર 2020માં આ કારના નવા જનરેશનનાં મોડેલનું વર્લ્ડ પ્રીમિયર કરી શકે છે. અહેવાલ છે કે કંપની આગામી વર્ષે કારના વધુ સ્પોર્ટી લુક મોડેલ પણ લાવવાની તૈયારી કરી રહી છે જે ઓક્ટોબર 2021 માં લોન્ચ થઈ શકે છે. આ બંને કારના ભારત લોન્ચિંગ વિશે કોઈ વિગતો હજી બહાર આવી નથી.

નવી વેગનઆરની પણ પ્રતીક્ષા

અલ્ટો અને વિટારા સિવાય કંપની નવી વેગનઆર પણ લાવી રહી છે. નવી વેગનઆર વિશે હજી વધુ વિગતો બહાર આવી નથી. તાજેતરમાં, વેગનઆરનું 7 સીટર સંસ્કરણ પણ ટેસ્ટિંગ દરમિયાન ભારતમાં જોવા મળ્યું હતું. Maruti Suzuki WagonRના 7 સીટર મોડેલની કલ્પના 2013માં ઇન્ડોનેશિયામાં મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી. આ પછી, આ યૂનીક મોડેલ વિશે કોઈ સમાચાર નથી. ગુરુગ્રામ-દિલ્હી એક્સપ્રેસ વે પર તાજેતરમાં એક ટેસ્ટિંગ મોડેલ જોવા મળ્યું છે, જે દર્શાવે છે કે મારુતિ 7 સીટોના ​​વેગનઆર પર કામ કરી રહી છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!