GSTV
Home » News » સુઝુકી અને ટોયોટા વેચાણ-સર્વિસ માટે ભાગીદારીને વિસ્તૃત કરશે

સુઝુકી અને ટોયોટા વેચાણ-સર્વિસ માટે ભાગીદારીને વિસ્તૃત કરશે

મારુતિ સુઝુકીની પિતૃ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન અને હેવીવેઇટ ટોયોટા એકબીજા પાસેથી વેચાણ, માર્કેટિંગ તેમજ સેવા પદ્ધતિઓ શીખવા માટેની યોજના બનાવી રહી છે જેથી હરીફોને પડકારવા માટે મદદ મળી શકે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ્યારે મકાઉમાં ૧૨૦૦થી વધુ મારુતિ સુઝુકી ડીલર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે કાર માર્કેટના નેતાએ ટોયોટા સાથે તેની પેરેન્ટ કંપનીના ટાઈ-અપને વિસ્તૃત કરવાની યોજનાઓ વિશે સંકેત આપ્યો હતો.

વધુમાં તેઓ વેચાણ અને તેમની સેવાની પદ્ધતિઓને સમજવા માટે પણ આ ભાગીદારી વિસ્તૃત કરશે, તેવો સંકેત આપ્યો હતો. મારુતિ સુઝુકીના એક વેપારીએ જણાવ્યું હતું કે, આ સમિટનો મહત્ત્વનો ઉપાય એ હતો કે, મારુતિ ટેક્નોલોજીની બહારના વિસ્તારોમાં ટોયોટા પાસેથી મદદ લેશે. ટોયોટાના વેચાણ તાલીમ મોડ્યુલ, તેની પ્રક્રિયાઓ મારુતિ દ્વારા સ્વીકારવામાં આવશે.

સમાન અભ્યાસ અનુસાર, વર્ષ ૨૦૧૮માં મારુતિ ૮ માં ક્રમે હતી, જ્યારે વર્ષ ૨૦૧૭માં તે બીજા સ્થાને હતી અને વર્ષ ૨૦૧૬માં કંપનીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. વર્ષ ૨૦૧૮માં ટોયાટાએ ૮૨૭ પોઈન્ટ સાથે મારુતિ સુઝુકી કરતાં સારો દેખાવ કર્યો હતો. આ અભ્યાસમાં મૂલ્યાંકન અને ગ્રાહકોના સંતોષના આધાર પર કંપનીઓને ક્રમ આપવામાં આવે છે.

READ ALSO

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!