GSTV
Home » News » Suzuki આપી રહ્યું છે અત્યાર સુધીની બેસ્ટ એક્સચેન્જ અને કેશબેક ઓફર, જુઓ તો ખરા કેટલું સસ્તું પડશે…

Suzuki આપી રહ્યું છે અત્યાર સુધીની બેસ્ટ એક્સચેન્જ અને કેશબેક ઓફર, જુઓ તો ખરા કેટલું સસ્તું પડશે…

સુઝુકી મોટરસાઈકલ ફરી એક વખત પોતાના ગ્રાહકો માટે એક્સચેન્જ અને કેશબેક ઓફર લઈને આવ્યું છે. આ દરેક ઓફર્સ કંપનીના સ્કૂટર્સ અને બાઈક્સ પર ઉપલબ્ધ છે. આટલું જ નહીં જો તમારી પાસે કેશની તકલીફ છે તો તમારી આ સમસ્યાનો ઈલાજ પણ કંપનીએ આપી દીધો છે. આવો જાણીએ શું છે ઓફર્સ…

ઓફર

જો તમે જુના સ્કૂટર અથવા બાઈકને એક્સચેન્જ કરીને નવી બાઈક કે સ્કૂટર ખરીદવા જઈ રહ્યા હોય તો સુઝુકીની તરફથી 5000 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. સરકારી કર્મચારી/કોર્પોરેટ સ્કીમની હેઠળ 3000 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યા છે. સુઝુકીની બાઈક અથવા સ્કૂટરને Paytm દ્વારા ખરીદવા પર 8500 રૂપિયા સુધીનની કેશબેક ઓફર મળી રહી છે. આ ઉપરાંત સુઝુકી 100 ટકા સુધી ફાયનાન્સ પણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે જે ઓન-ધ-સ્પોર્ટ મંજૂરી સાથે મળશે.

ઓફર્સ સિમિત સમય માટે

હાલમાં ભારતમાં સુઝુકી એક્સેસ 125, Burgman સ્ટ્રીટ, ગિક્સર અને Intruder જેવા મોડલ્સ વેચાય છે 125સીસી સ્કૂટરમાં સુઝુકી એક્સેસ 125ની ખૂબ ડિમાન્ડ છે જ્યારે યુથને Burgman સ્ટ્રીટ ખૂબ પસંદ આવી રહ્યા છે. 160 સીસી બાઈક સેગમેન્ટમાં જિક્સરે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તો ત્યાંજ ક્રૂઝ બાઈક સેગમેન્ટમાં પોતાના અનોખા ડિઝાઈનના કારણે Intruder સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યું છે. જો તમે આમાંથી કોઈ બાઈક ખરીદવાનું વિચારી રહ્યા હોય તો જલ્દી કરો અને આ ઓફરનો લાભ ઉઠાવો.

Read Also

Related posts

વેસ્ટઈન્ડિઝની ટીમને લાગ્યો મોટો ઝાટકો, આ ખતરનાક ખેલાડી થયો વર્લ્ડકપમાંથી બહાર

Mansi Patel

સાઉદી અરબના આભા ઓરપોર્ટ પર ડ્રોન હુમલો, એકની મોત 21 ઘાયલ

Path Shah

ભરૂચમાં આંગણવાડી બહેનો બની રણચંડી, રૂપાણી અને પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!