સુઝુકી ઈન્ડિયાએ ભારતમાં પોતાની ક્રુઝર બાઈક Intruder અને Intruder Fiનું સ્પેશિયલ એડિશન લૉન્ચ કર્યુ છે. આ મોટ બ્લેક અને કેન્ડી સેનોમા રેડ એક્સેન્ટમાં ઉપલબ્ધ રહેશે. સ્પેશિયલ એડિશન મોડેલમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ એટલે કે એબીએસ આપવામાં આપવામાં આવ્યું છે અને આમાં ફ્યુલ ઈન્જેક્શન પણ આપવામાં આવ્યું છે.
કંપનીએ જણાવ્યું કે આને ફેસ્ટિવ સીઝન પહેલા લૉન્ચ કરવામાં આવી રહ્યું છે અને આ ક્રૂઝર ગ્રાહકો માટે છે. સ્પોર્ટી લુક, શાનદાર ડિઝાઈન અને ગુડ અપીલ વાળી Intruder અને Intruder Fiનું મોડલ એ લોકો માટે છે જે લોકો ભીડ કરતા કંઈક અલગ દેખાવવાનું પસંદ કરે છે.
ફિચર્સની વાત કરવામાં આવે તો સ્પેશિયલ એડિશનમાં એબીએસ સહિત ડિજીટલ ઈન્સ્ટ્રમેન્ટ આપવામાં આવ્યું છે. આમાં લોન્ગ વ્હીલ બેઝ સાથે લો સીટ આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે સ્પેશિયલ એડિશનમાં કોઈ ટેક્નિકલ બદલાવ આપવામાં આવ્યો નથી અને સાથે જ 155ccનું એર કુલર એન્જીન છે જે સ્ટાન્ડર્ડ મોડલમાં આપવામાં આવ્યું છે. એન્જીનમાં 2 સ્પીડ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. આ બાઈકના ફ્રંટ અને રિયરમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે અને આમાં ટેલીસ્કોપિક ફોર્ક આપવામાં આવ્યું છે. જેના રિયરમાં મોનોશોક આપવામાં આવ્યો છે.
સુઝુકીએ ભારતમાં 2017માં Intruder લૉન્ચ કર્યુ અને કંપનીનો દાવો છે કે લૉન્ચ કર્યા બાદ અત્યાર સુધી 15,000 લોકોએ આ બાઈકની ખરીદી કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે 2018 Intruder FIમાં એડવાન્સ ફ્યુલ ઈન્જેક્શન ટેક્નોલોજી સહિત છ સેન્સર્સ આપવામાં આવ્યા છે જે ઓવરઓલ એન્જીન સ્પીડમાં મદદ કરે છે.