GSTV

નવી ડિઝાઇન અને લુક સાથે Suzukiએ લૉન્ચ કરી આ ધાકડ બાઇક, જોતાં જ લેવાનું મન થઇ જશે

સુઝુકી ટુ વ્હીલર કંપની તાજેતરમાં જ જિક્સર એસએફ 250નું નેકેડ વર્ઝન માર્કેટમાં લાવી છે. કંપનીએ જણાવ્યું કે તેને યુરોપિયન થીમ પર બનાવવામાં આવી છે. આ બાઇકને ડિઝાઇન કરતી વખતે ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. ગ્રાહકોને ધ્યાનમાં રાખતાં કંપનીએ તેની એક્સ શૉરૂમ કિંમત 1 લાખ 60 હજાર રૂપિયા નક્કી કરવી છે. જિક્સરને જે ફ્રેમ પર બનાવામાં આવી છે તે સંપૂર્ણ રીતે નવી ડિઝાઇન છે.

જિક્સર એસએફ 250ની ડિઝાઇન અને લે આઉટ પણ ખૂબસુરત છે. આ બાઇકને જોવાથી એવું લાગતું નથી કે આ 250 સીસીની છે. તેને સંપૂર્ણ રીતે સ્પોર્ટસ બાઇકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

કંપનીએ નાઇટ રાઇડિંગને પણ ધ્યાનમાં રાખી છે. આ જ કારણે છે કે ફ્રન્ટમાં એલઇડી હેડલેંપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હેડલેંપમાંથી નીકળતી રોશની ઘણી દૂર સુધી જાય છે અને ડ્રાઇવિંગ ઇઝી બનાવે છે.

ટર્નિંગ ઇન્ડીકેટરમાં ટંગસ્ટન બલ્બનો યુઝ

બાઇકની પાછળની લાઇટમાં પણ એલઇડી જ છે. જો કે ટર્નિંગ ઇન્ડીકેટરમાં ટંગસ્ટન બલ્બનો યુઝ કરવામાં આવ્યો છે. બાઇકમાં સિંગલ સાઇલેન્સર છે પરંતુ ટ્વિન મફલર સાથે જોડવામાં આવ્યું છે જે મોટાભાગની સ્પોર્ટસ બાઇકમાં હોય છે.

બાઇકની હેન્ડલિંગ પણ સારી છે આ કારણે ડ્રાઇવિંગ વખતે ઝુકવાની જરૂર નથી. આ બાઇકમાં હેંડલબાર, ફૂટ પેગ્સ અને સીટને નોર્મલ બાઇકની જેમ ડિઝાઇન કરવામાં આવી છે કે રાઇટર સ્ટ્રીટ અને હાઇવે બંને જગ્યાએ ડ્રાઇવ કરી શકે.

જો માઇલેજની વાત કરીએ તો કંપનીએ જણાવ્યા અનુસાર 38 કિલોમીટર પ્રતિ લીટર છે. ટૉપ સ્પીડ 145 કિલોમીટરની છે. આ બાઇક ગ્રે અને બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. તેમાં 1 સિલિન્ડર સાથે 4 સ્ટ્રોક એન્જિન છે.

Read Also

Related posts

વાસદ-તારાપુર, બગોદરા સ્ટેટ હાઈવેની મુલાકાતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, છેલ્લી ઘડીએ હરકતમાં આવ્યું તંત્ર

Bansari

નવો ખુલાસો: શું નોટ અને સિક્કાથી પણ ફેલાઈ છે કોરોના વાયરસ, વૈજ્ઞાનિકોએ સંશોધન કરી રાહત આપી

Pravin Makwana

દિવા તળે અંધારૃ/ આ સરકારી હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનો અભાવ, હજારો દર્દીઓના જીવ જોખમમાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!