પશ્ચિમ બંગાળમાં સત્તા માટેની લડાઇ સતત ઉગ્ર બની રહી છે. રાજ્યની વર્તમાન મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ નંદીગ્રામથી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે તેમના જવાબમાં એક સમયે મમતાના નજીકના હવે ટીએમસીમાંથી ભાજપમાં આવેલા શુભેંદુ અધિકારીએ પણ એલાન કર્યું છે કે જો તેમણે નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવ્યા નહીં તો તેઓ રાજનીતિમાંથી સન્યાસ લઇ લેશે.
ઉલ્લેખનીય છે કે નંદીગ્રામ વિસ્તારને શુભેંદુ અધિકારીનો ગઢ ગણવામાં આવે છે. મમત બેનર્જીએ ત્યાથી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરીને એક પ્રકારે શુભેંદુ અધિકારીને પડકાર ફેંક્યો છે. ત્યારે શુભેંદુ અધિકારીએ પણ સામે તેવો જ જવાબ આપ્યો છે.
શુભેંદુ અધિકારે કોલકાતામાં એક સભાને સંબોધન દરમિયાન કહ્યું કે ટીએમસી એક પાર્ટી નથી પરંતુ પ્રાઈવેટ લિમિટેડ કંપની છે. શુભેંદુ અધિકારીએ મમતા બેનર્જીના રાજનૈતિક કોશલ ઉપર પણ કર્યો છે. તેમણ કહ્યું કે ટીએમસીને જો બિહારના ચૂંટણી રણનીતિકારને નિયુક્ત કરાવા પડે છે તો તેનાથી એ વાત સાબિત થાય છે કે રાજ્યમાં ભાજપને સફળતા મળી છે.
મમતા બેનર્જીની નંદીગ્રામથી ચૂંટણી લડવાની વાત પર શુભેંદુ અધિકારીએ કહ્યું કે જો નંદીગ્રામમાં મેં મમતા બેનર્જીને અડધા લાખ કરતા વધારે મતથી ના હરાવ્યા તો રાજનીતિ છોડી દઇશ. આ સિવાય બંગાળ ભાજપના ધ્યક્ષ દિલિપ ઘોષે કહ્યું કે મમતા બેનર્જીને ભવાનીપુરમાં જીતનો વિશ્વાસ નથી જેના કારણે તેઓ નંદીગ્રામમાં નસીબ અજમાવી રહ્યા છે.
READ ALSO
- સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો
- ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર