GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ : સૂત્રપાડામાં સાંબેલાધાર 9 ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતને હંફાવ્યા બાદ મેઘરાજાઅે સૌરાષ્ટ્રમાં પણ તોફાની બેટીંગ શરૂ કરી છે. સુત્રાપાડા અને કોડીનાર, ગીરગઢડામાં મોડી રાતેભારે વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સુત્રાપાડામાં આઠ ઈંચ,  કોંડીનારમા સાત ઈંચ, ગીરગઢામાં ત્રણ ઈંચ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.  સુત્રાપાડા અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં નવા નીરની આવક થઈ છે. દક્ષિણ સૌરાષ્ટ્રનાં ગિર-સોમનાથ જિલ્લામાં ગઇકાલે સોમવારે ઉના તાલુકામાં 1 થી 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લીધે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો હતો. વેરાવળ તાલુકામાં 1 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ જિલ્લામાં ફક્ત વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમરેલી જિલ્લામાં ખાંભામા અઢી ઇંચ, કુંકાવાવમા બે ઇંચ, સાવરકુંડલા અને જાફરાબાદમા દોઢ ઇંચ તથા વડીયામા એક ઇંચ, બાબરા અને લાઠીમા અડધો ઇંચ વરસાદ થયો હતો. ધારી, લીલીયા અને અમરેલીમા ઝાપટાં પડ્યા હતા. જ્યાં વરસાદ થયો ત્યાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. તેમજ રાજકોટમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હતા.

  • ગીર સોમનાથમાં ભારે વરસાદ
  • સૂત્રપાડા, કોડીનારમાં રાતભર વરસાદ વરસ્યો
  • ગીરગઢડામાં અાઠ ઊંચ, કોડીનારમાં સાત ઈંચ વરસાદ
  • ગીર ગઢડામાં ત્રણ ઇંચ વરસાદ

અરવલ્લી પંથકમાં મોડીરાતે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.મોડાસામાં બે કલાકમાં અઢી ઈંચ, ધનસુરામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. માલપુર, બાયડ, મેઘરજમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં પાંચ દિવસ વરસાદે વિરામ લીધા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રોડ રસ્તા કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

  • અરવલ્લી પંથકમાં મોડીરાતે વરસાદ વરસ્યો
  • માલપુર, બાટડ, મેઘરજમાં વરસાદ પડ્યો
  • પાંચ દિવસના વિરામ બાદ મેઘરાજાની અેન્ટ્રી
  • નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

રાજ્યભરમાં ચોમાસુ જામ્યું છે ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.શહેરના પૂર્વ વિસ્તાર એવા બાપુનગર, નરોડા, ઓઢવ, રબારી કોલોની વસ્ત્રાલ, સીટીએમ,એક્સપ્રેસ વે, ઘોડાસર, ઈસનપુર, મણિનગર સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. પશ્ચિમ વિસ્તાર એવા એસજી હાઈવે, બોપલ,  વસ્ત્રાપુર, શિવરંજની, સીએન વિદ્યાલય, જીવરાજપાર્ક, વેજલુપર, આનંદ નગર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ધીમીધારે વરસેલા વરસાદને લઈને લોકેએ બફારાથી રાહત મેળવી છે.મણિનગરમાં  3.3 મિમી, બોડકદેવમાં 2.5 મિમી, વિરાટનગરમાં 3.5 મિમી, વટવા, મેમ્કોમાં 3 મિમી, વેજલપુરમાં 4 મીમી વરસાદ વરસ્યો છે. સમગ્ર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં રાતના 10થી સવારે છ વાગ્યા સુધી સરેરાશ 3.22 મીમી વરસાદ વરસ્યો છે. જેમાં પૂર્વ ઝોનમાં 4 મીમી, પશ્ચિમ ઝોનમાં 2.5 મિમી. નવા પશ્ચિમ ઝોનમાં 2.67 મીમી, મધ્ય ઝોનમાં 3.50 મીમી, ઉત્તર ઝોનમાં 3.17 મીમી અને દક્ષિણ ઝોનમાં 3.25 મીમી વરસાદ વરસ્યો છે.

10 જુલાઇથી સોરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, 10 જુલાઇથી સોરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ક્રમશ: વરસાદની માત્રામાં વધારો થશે. હાલ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન છે અને બંગાળની ખાડીમાં લો પ્રેસર ઊભું થવાની સંભાવના છે. મોન્સૂન ટ્રફ પણ ધીમે ધીમે નીચે આવી રહ્યું છે. હાલ મોન્સૂન ટ્રફ પંજાબના અમૃતસર ઉપર છે જે રાજસ્થાન ઉપર આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડશે. આગામી બે-ત્રણ દિવસમાં જ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડવાની સંભાવના છે.

Related posts

અંબાજીમાં પોલીસની કથિત હેરાનગતિ મામલે મહિલા આયોગ આગળ આવ્યું, સાત દિવસમાં રિપોર્ટ આપવા રજૂઆત

Nilesh Jethva

VIDEO : ડોક્ટરને અમસ્તા ભગવાન નથી કહેવાતા, રસ્તામાં અજાણ્યા યુવકને સારવાર આપવા પોતાનો જીવ જોખમમાં મુક્યો

Nilesh Jethva

પોલીસને લાગી કાળી ટીલી : મહિલાને હોટલમાં બોલાવી PSIની શરમજનક હરકત, 2 PSI સામે ફરિયાદ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!