દિલ્હીના ગાઝીપુર વિસ્તારમાંથી મળેલી શંકાસ્પદ બેગમાંથી IED (ઈમ્પ્રુવાઇઝ એક્સપ્લોઝિવ ડિવાઈસ) મળી આવ્યું હતું. હાલમાં મોટા ખાડામાં બ્લાસ્ટ કરીને તેને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું છે. બેગમાં બોમ્બ હોવાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી NSGની ટીમે દિલ્હી પોલીસને આ સંબંધમાં સંકેત આપ્યા હતા. આ પછી સ્થળ પર જેસીબી બોલાવીને મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ખાડામાં IED બ્લાસ્ટ થયો હતો. આ સાથે જ ઘટનાસ્થળે હાજર સ્પેશિયલ સેલની ટીમ પણ આ મામલે સક્રિય બની છે અને બેગમાં IED કોણે રાખ્યું હતું તેની તપાસ શરૂ કરી છે. તે ક્યાંથી મેળવ્યુ અને તેને ક્યાં લઈ જવાનું હતું.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે 10.20 વાગ્યે પીસીઆર કોલ આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે ગાઝીપુર વિસ્તારમાં બોમ્બ ભરેલી એક શંકાસ્પદ બેગ છે. માહિતી બાદ વિસ્તારની પોલીસ અને સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી એનએસજીની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલની ટીમ પણ પહોંચી હતી.
#WATCH | Delhi: National Security Guard (NSG) carries out a controlled explosion of the IED found at East Delhi's Ghazipur Flower Market pic.twitter.com/tV0PMYxSLF
— ANI (@ANI) January 14, 2022
તપાસમાં બેગમાં IED હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ જેસીબી દ્વારા એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસનું કહેવું છે કે સાવચેતીના ભાગરૂપે તમામ SOPનું પાલન કરવામાં આવી રહ્યું છે.
ઘટનાસ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર, માહિતી મળ્યા બાદ વિસ્તારના લોકોને સ્થળ તરફ ન આવવા સૂચના આપવામાં આવી છે. તેમજ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. હાલ તો તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે 9 ડિસેમ્બરે દિલ્હીની રોહિણી કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તે ઓછી તીવ્રતાનો બોમ્બ બ્લાસ્ટ હતો, જે એક પ્રકારનો ક્રૂડ બોમ્બ હતો. પોલીસને સ્થળ પરથી IED, વિસ્ફોટક અને ટિફિન જેવી વસ્તુ મળી આવી હતી. આ કેસમાં એક વૈજ્ઞાનિકની પણ ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર 102 રૂમ નંબર કોર્ટમાં થયેલો બ્લાસ્ટ લેપટોપ બેગમાં રાખવામાં આવેલા ટીનના બોક્સમાં થયો હતો. બ્લાસ્ટ બાદ બોક્સ ફાટ્યું અને તેનો ભાગ કોર્ટ રૂમમાં વેરવિખેર જોવા મળ્યો. આ સિવાય જે બેગમાં બ્લાસ્ટ થયો હતો તેમાં થોડી બેટરી અને વાયર પણ હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- ઓનલાઈન ડેટિંગ કરતા પહેલા આ વાતોનું રાખજો ધ્યાન, આ સંકેતથી જાણી શકો છો કે તમારો પાર્ટનર તમને છેતરી રહ્યો છે
- હેરાન પરેશાન અને ડરી ગયેલી સારા અલી ખાને જ્હાનવી કપૂર સાથેનો એવો ફોટો કરી દીધો શેર, કારણ જાણવા બેબાકળા થઈ રહ્યા છે ફેન્સ
- ક્યાંક તમારા ફોનમાં તો નથીને Spyware ? આ રીતે કરી શકો છો ચેક, ખૂબ જ સરળ છે આ રીત
- ક્રૂરતાની તમામ હદો પાર / યુપીના હમીરપુરમાં નિર્ભયા જેવી ઘટના, છોકરી લાપતા
- ન્યોયોર્ક ટાઇમ્સમાં દિલ્હીની શાળાઓના વખાણ છપાયા એ જ દિવસે મનિષ સિસોદિયાને ત્યાં દરોડા