GSTV

માતા સાથે આડા સંબંધો હોવાની શંકા જતા પુત્રએ ખેલી નાંખ્યો ખૂની ખેલ, સાગરીતો સાથે મળીને યુવાનને પતાવી દીધો

માતા

સાવલી તાલુકામાં આવેલી મંજુસર જીઆઇડીસીમાં ગઇ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. માતા સાથે આડો સંબંધ રાખે છે તેવી આશંકા સાથે પુત્ર અને તેના સાગરીતોએ એક્ટીવા પર જતા એક યુવાનને આંતરી ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ અંગેની વિગત એવી છે કે વડોદરા તાલુકાના સીસવા ગામમાં રહેતો જગદીશ ઉફેઁ જગો કાંતિભાઈ ચૌહાણ તેના મિત્ર યોગેશ ઉર્ફે બોડો ચીમનભાઇ ચૌહાણ સાથે ગઇકાલે રાત્રે મંજુસર જીઆઈડીસીમાં થર્મેક્સ કંપનીના ગેટ પાસેથી એક્ટીવા સ્કૂટર લઇને પસાર થતા હતા ત્યારે સામેથી બાઇક પર વડોદરા તાલુકાના ઓમકારપુરા ગામમાં રહેતો પંકજ ભરતભાઈ સોલંકી તેમજ સાવલી તાલુકાના મોટાપુરા ગામમાં રહેતા વિપુલ જીતુભાઈ પરમાર, કલ્પેશ ચંદુભાઈ પરમાર, વિશાલ છત્રસિંહ પરમાર અને વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતો સંજય ઇશ્વરભાઇ આવ્યા હતાં.

મારી માતા સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે તે મુદ્દે ઝગડો કર્યો

માતા

ચારેય વ્યક્તિઓએ એક્ટીવા રોકીે પાંચ પૈકી પંકજ સોલંકીએ મારી માતા સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે તે મુદ્દે ઝઘડો કર્યો હતો તેમજ તું મારી માતા સાથે કેમ બોલે છે તેમ કહી બોલાચાલી કરી અપશબ્દો બોલી માર મારવાનું શરૃ કર્યું હતું. પંકજના અન્ય ચાર સાગરીતોએ પણ યોગેશ ઉર્ફે બોડોને માર માર્યો હતો આ વખતે પંકજ સોલંકીએ ચપ્પુના ઉપરાછાપરી ઘા યોગેશની છાતીમાં મારી ગંભીર ઇજા પહોંચાડી હુમલાખોરો નાસી ગયા હતાં.

લોહીલુહાણ હાલતમાં યોગેશ ચૌહાણને સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરોએ યોગેશને મૃત જાહેર કરતા સમગ્ર બનાવની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઇ હતી. હત્યાના આ બનાવને પગલે મંજુસર જીઆઇડીસીમાં ભારે ચકચાર જગાવી હતી. દરમિયાન હત્યા કરી ફરાર થઇ ગયેલા આરોપીને શોધી કાઢવા માટે એલસીબી તેમજ એસઓજીની ટીમો પણ જોડાઇ હતી અને આખરે પાંચેયની ધરપકડ કરી સાવલી પોલીસને સુપરત કરી દેવાયા હતાં.

Read Also

Related posts

ભરૂચ/ પેટ્રોલ પમ્પ પર ટેમ્પો ચાલકે વિકલાંગને કચડી નાખ્યો, ઘટના સ્થળે થયું કમકમાટી ભર્યું મોત

Pravin Makwana

અમદાવાદના બોપલમાં રહેતી પ્રાચી જિંદલનું નસીબ ખુલી ગયું, દિલ્હીમાં યોજાતી પરેડમાં રહેશે હાજર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!