GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

હવે કોરોના બાદ આ રોગ ફેલાવવામાં ચીન સામે શંકાની સોય, રહસ્યમય બિમારી વધી

આફ્રિકી દેશ ઇથોપિયામાં એક ખતરનાક રહસ્યમયી બીમારીએ જન્મ લીધો છે. આ બીમારીનો ભોગ બનનારા લોકોના નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગે છે અને બાદમાં તેમનું મૃત્યુ થાય છે. સૃથાનિક લોકોએ આ અજ્ઞાાત બીમારી માટે ચીની તેલ ડ્રીલિંગમાંથી નીકળતા ટોક્સિક વેસ્ટને જવાબદાર ઠેરવ્યા છે. આ બીમારી કિથતરૂપે સોમાલી ખાતે એક ગેસ પ્રોજેક્ટ આવેલો છે તેની નજીકના ગામોમાં ફેલાઈ છે. લોકોના કહેવા પ્રમાણે  સૌ પ્રથમ બીમારીનો ભોગ બનનારા પીડિતોની આંખો પીળી થઈ જાય છે ઉપરાંત તાવ આવતા પહેલા આખા શરીરમાં સોજા આવી જાય છે અને અંતમાં મૃત્યુ થાય છે.

આ છે લક્ષણો

આ અજ્ઞાત બીમારીના લક્ષણોમાં હથેળી પીળી પડી જવી, ભૂખ ન લાગવી, અનિંદ્રા વગેરે સામેલ છે. એક અહેવાલ પ્રમાણે ઇથોપિયાની રાજધાની અદિસ અબાબામાં બેઠેલા અિધકારીઓએ ક્ષેત્રમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંકટના તમામ આરોપો નકારી દીધા છે. આ કયા પ્રકારની બીમારી છે અને તેનું કારણ શું છે તે હજુ અસ્પષ્ટ છે પરંતુ તેનાથી લોકોના જીવ જઈ રહ્યા છે. કેટલાક લોકોને આ બીમારી રાસાયણિક કચરાના કારણે ફેલાઈ હોવાની શંકા છે.

પુરવઠો ઝેરીલો બની ગયો હોવાનો દાવો

આ પ્રકારના કચરાના કારણે તે વિસ્તારનો જળ પુરવઠો ઝેરીલો બની ગયો હોવાનો દાવો કરવામાં આવે છે. એક પીડિતે ગેસ ક્ષેત્રમાંથી ફેલાઈ રહેલા ઝેરી પદાર્થોના કારણે બીમારી ફેલાઈ રહી હોવાની શંકા વ્યક્ત કરી હતી અને હોસ્પિટલમાંથી દર્દીઓને બીમારીનો કોઈ ઈલાજ ન હોવાનું કહીને રજા આપવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.

Read Also

Related posts

શહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ

pratik shah

244માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપી અમેરિકાને શુભેચ્છા, છલકી ઉઠ્યો પરસ્પર પ્રેમ

pratik shah

રાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!