અમદાવાદ અને સુરતના એક-એક પોલીસ ઈન્સ્પેક્ટરને કરી દેવાયા સસ્પેન્ડ, કારણ છે આ

અમદાવાદ DGPએ 2 PIને સસ્પેન્ડ કરી દીધા છે. DG વિઝીલનસે એક દરોડા પાડ્યા હતા. જે બાદ અમદાવાદ અને સુરતના એક એક PIને સસ્પેન્ડ કર્યા છે. જેમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના PI વી.જે રાઠોડ સુરતના સચિન પોલીસ મથકના પીઆઇ આર.જે ગોહિલનું નામ છે.

કારણ એવું છે કે. ૧૬ ડિસેમ્બરના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ શહેરના ગાયકવાડી હવેલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાયખડ વિસ્તારમાંથી એક જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં કુલ ૭ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. સાથે ૪૫ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આ સંદર્ભે, પોતાના વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ નિવડેલા હોવાથી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના PI વી.જી.રાઠોડને ફરજ મોકૂફ કરવામાં આવ્યા.

તો બીજી તરફ ૧૫ તારીખના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરત શહેરના સચીન પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહીબીશનની રેઇડ કરવામાં આવેલી અને તેમાં કુલ ૧૬.૫ લાખથી પણ વધુનો દારૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અને સચીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ગોહીલને સસ્પેન્ડ કર્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter