GSTV
Home » News » મંત્રી બનવા થનગની રહેલા અલ્પેશ ઠાકોરના ઓરતા રહી ગયા અધૂરા, ચૂંટણીપંચ બન્યું વિલન

મંત્રી બનવા થનગની રહેલા અલ્પેશ ઠાકોરના ઓરતા રહી ગયા અધૂરા, ચૂંટણીપંચ બન્યું વિલન

congress suspend alpesh thakor

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત બાદથી જ અલ્પેશને જાણે કે ઓરતા અધૂરા રહી ગયા હોય એમ મંત્રી પદ તો ઠીક પણ ચૂંટણી ક્યારે લડવી તેને લઈને પણ પ્રશ્નાર્થ સર્જાઈ ગયો છે. ભાજપના આંતરિક વર્તુળમાં એવી ચર્ચા છે કે રાધનપુર અને બાયડ બેઠક પર દબાણ વધારતી સ્થિતિનું નિર્માણ થયું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 4 સીટ પરની પેટા ચૂંટણીઓ જાહેર કરતા કોંગ્રેસ ભાજપ માટે આંચકા રૂપ નિર્ણય થયો. પરંતુ રાજકીય પક્ષો દ્વારા તેને સ્વીકારી લીધો છે. પરંતુ મંત્રી બનવા થનગની રહેલા અલ્પેશ ઠાકોર માટે તો જાણે કે આઘાત જનક સમાચાર હોય એમ રાધનપુરમાં સન્નાટો છવાઈ ગયો હતો.

જે પ્રમાણે પેટા ચૂંટણીની જાહેરાત થતા જ અલ્પેશના મંત્રી બનવાના સપનાની વાત તો દુરની છે. પરંતુ હવે ચૂંટણી ક્યારે લડશે તેને લઈને પણ પ્રશ્નાર્થ સર્જાઈ ગયો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી છે કે રાધનપુર અને બાયડ બેઠક પર દબાણ લાવવા આ મુજબની સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે અલ્પેશ ઠાકોર માટે પડતા પર પાટુ સમાન સ્થિતિ સર્જાઈ છે. જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે તેનાથી અલ્પેશ ઠાકોર બઘવાઈ ગયો હોય એમ ભાજપ મોવડી મંડળ સાથે સતત સંપર્ક કરી રહ્યો છે. તો બીજી તરફ લોકસભા વખતે ખાલી પડેલી 4 બેઠકોની જ પેટા ચૂંટણી જાહેર થઈ છે.

આ નિર્ણય થતા હવે ભાજપના આંતરિક વર્તુળો જ એવી ચર્ચા કરી રહ્યા છે કે આ સ્થિતિ અલ્પેશ ઠાકોર માટે નુકશાન કરાક રહેશે કારણ કે અત્યારે માહોલ જે બન્યો હશે એ સ્થિતિ બાદમાં નહીં રહે. તો બીજી તરફ થરાદ બેઠક પર ચૂંટણી લડવા માટે શંકર ચૌધરી પણ અત્યારે મેદાને આવી જશે તો બાદમાં જ્યારે અન્ય ત્રણ બેઠકો રાધનપુર, બાયડ અને મોરવા હડફની ચૂંટણી યોજશે ત્યારે ચૌધરી મતદારોને રીઝવવા આંકરા પાણીએ રહેશે.

તો હાલમાં જે ચૂંટણી યોજશે તેમાં ઠાકોર મતદારો તો ભાજપ સાથે જોડાઈને રહેશે પરંતુ ચૌધરી સમાજના મતદારો કે જે વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહ્યા છે તેને મનાવવા આંકરા રહેશે. અત્યારે ભાજપે એ ત્રણ બેઠકો માટે કવાયત તો આદરી દીધી છે પરંતુ તેનું પરિણામલક્ષી સ્થિતિ નહીં રહે. કારણ કે હવે આગામી સમયમાં લોકસભા ચૂંટણી નથી આવી રહી અને કોઈ અન્ય મહત્વની રાજકીય હિલચાલ પણ ઉત્તર ગુજરાતમાં થવાની નથી. એટલે કહી શકાય કે જે પ્રમાણે ચૂંટણી પંચની જાહેરાત થઈ છે તેનાથી અલ્પેશ માટે મંત્રી પદ તો ઠીક હવે ધારાસભ્ય પદ પણ લટકતા ગાજર સમાન જ છે.

READ ALSO

Related posts

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, વધુ સાત નેતાઓ ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હું આખા દેશમાં કોંગ્રેસમાં ધારુ ત્યાં ટીકિટ અપાવી શકું, અલ્પેશ ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ

Nilesh Jethva

અયોધ્યામાં મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત ગોઠવાયો, ધારા 144 લાગતા અનેક તર્ક વિતર્ક

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!