GSTV

‘પાલિકાના શાસકો ભ્રષ્ટાચારી છે’/ ગુજરાતના આ શહેરમાં સભ્યોએ લાઉડ સ્પીકર પર કરી આવી જાહેરાત

Last Updated on July 10, 2021 by Vishvesh Dave

વલસાડ નગરપાલિકાના સસ્પેન્ડેડ ભાજપી સભ્ય પ્રવિણ કચ્છી ભાજપ શાસિત પાલિકાના કથળેલા વ્યવહાર અને ભ્રષ્ટાચાર અંગે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. હવે પોતાનો અવાજ બુલંદ કરવા લાઉડ સ્પીકરની મદદ લઇ શુક્રવારે ટાવર પર પાલિકાના કારભારીઓને આડેહાથે લઇ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.


વલસાડ પાલિકાના તાજેતરમાં જ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા સભ્ય પ્રવિણ કચ્છી શુક્રવારે ટાવર પર લાઉન્ડ સ્પીકર લઇને પહોંચી ગયા હતા. અને પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટાચારી હોવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગટરનું પાણી ઉભરાઇ રહ્યું છે. જેની સફાઇમાં પાલિકા નિષ્ફળ નિવડી છે. ધરમપુર રોડ પર અને અનેક સ્ટેટ હાઇવે પર પીડબલ્યુડી વિભાગની ના હોવા છતાં પાલિકાએ પેવર બ્લોક નાખી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ સતત ભ્રષ્ટાચારમાં આળોટી રહ્યા હોવાનું પણ સ્પીકર પર એનાઉન્સ કર્યું હતુ.


ખુદ પોતાના પક્ષ શાસિત પાલિકાના કથળેલા વ્યવહાર અને ભ્રષ્ટાચાર અંગે પ્રવિણ કચ્છી સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ વખતે તેમના વિરોધના આ નવા નુસ્ખાની શહેરમાં ભારે ચર્ચા ચાલી હતી. અને તેમનો વિડીયો પણ સાંજ થતાં વાઇરલ થયો હતો.

ALSO READ

Related posts

અમદાવાદીઓ ચેતજો! વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને પણ સકંજામાં લઇ રહ્યો છે કોરોના, આટલા જ દિવસમાં 30 દર્દીઓને ભરખી ગયો જીવલેણ વાયરસ

Bansari

ઇરાકમાં આઇએસના આતંકીઓ ફરી સક્રિય, 2017 પછીનો સૌથી મોટો હુમલો; 20 જવાનોની હત્યા

Damini Patel

મોટો ઘટસ્ફોટ / વેક્સિન લઇ લીધી એટલે નિશ્ચિંત ના થઇ જતાં, અમદાવાદના આ વિસ્તારોમાં સૌથી રસીકરણ છતાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!